SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ચાર ગતિનાં કારણે ઓછા થવાની ઈચ્છા હોય અને જે વધુ હોય તે ખચ્ચે જ જવાની ઈચ્છા હોય, એટલે જ્યાં ધર્મનાતું હાથ ધરે કે તરત તેને હાથ ભરાઈ જાય. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ-એવા માનસવાળાઓની પાસે પણ પુણ્ય ભેગે ઘણું હોય, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. વધારે હોય તે કાંઈ ફેંકી ન દે, પણ એને સદુપયોગ કરે. જેમની પાસે વધારે ન હોય, તે જે હોય તેમાં આનંદ છે-એમ માનનારા બની જાય અને જેમની પાસે વધારે હોય, તેમનું સદુપયેગનું દ્વાર વહેતું હોય–સારી રીતિએ વહેતું હોય, આવી સ્થિતિને ઊભી કરવાની વૃત્તિ જો ન હોય, તે અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં સુખ ભેગવવા જેગું માનસ નથી, એમ નકકી થાય છે. એ માનસ ન હોય, તે દુર્ગતિ સુલભ બની જાય છે. માનસ આવું ઘડાય તે- “મને અલ્પ આરંભ અને અ૫ પરિગ્રહ આદિ ગમે છે –એમ કહીએ, “આરંભને વધારો અને પરિગ્રહને વધારે મને ગમતું નથી' એમ કહીએ, ત્યારે એ જે સાચું હોય છે, તે એની પાછળ હૈયાની છાયા હોય છે. હૈયું બહુ સુકોમળ હોય છે. નિર્ણય તે જ્ઞાની કરી શકે, પણ આપણે અંશેય સમજી શકીએ કે–આ બોલવા પાછળ હૈયામાં ક ભાવ છે? જે સુખ અલ્પમાં છે, તે મહામાં નથી-એમ કહેનારને, મહામાં કેટલું દુઃખ જણાતું હોય ? મહાની ઈચ્છા તે ન હોય, પણ મહામાં પડેલાની દયા હેય. એનામાં દયા વગેરે ગુણો એટલા જીવતા, જાગતા ને ઝળકતા હોય છે કે-એનું હૈયું પ્રાયઃ નિર્મલ રહ્યા કરે છે અને ઉપાધિ ઓછી હોવાથી ચિત્તમાં
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy