SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ચાર ગતિનાં કારણે એની શી ગતિ થશે? અત્યારે ય એને શું સુખ છે? શાન્તિનું નામ નથી અને ઉપાધિને પાર નથી. છે મારે કાંઈ પંચાત ? સુખે રહું છું, સુખે ખાઉં છું, સુખે જીવું છું અને સુખે ધર્મ કરું છું. એ બીચારા નથી સુખે રહી શકતા, નથી સુખે ખાઈ શકતા, નથી સુખે જીવી શકતા અને નથી તે સુખે ધર્મ કરી શકતા !” બંગલાવાળાઓને તે આજને કાયદે, એક દિ'માં બંગલા ખાલી કરાવી શકે તેમ પણ છે. જેટલા પૈસાવાળા છે, તે બીનહેકે પિસાવાળા બનેલા છે-એવી આજની સરકારની અને લેકની પણ માન્યતા છે. આજે લેકની મનવૃત્તિ પણ પૈસાવાળા તરફ સહાનુભૂતિવાળી નથી. સરકાર પૈસાવાળાને બંગલામાંથી કાઢે, તે તેમાં લગભગ સૌ રાજ છે. તમે જોયું ને કે-રાજાઓને ઉઠાડી મૂક્યા, ગાદી છોડાવી દીધી, છતાં કેઈ રહ્યું નહિ. રોજ “બાપુ, બાપુ” ખમા, ખમા” કહેનારાઓમાંને કેઈ આડે આવ્યું નહિ. હવે પાછું લોક રાજાઓને યાદ કરવા માંડ્યું છે, પણ તે રાજાએ ગમે છે એ માટે નહિ. રાજાઓ હતા ત્યારે જે દુઃખ નહતું, તે દુખ આજે છે-એમ લેકને લાગે છે, માટે લેક હવે રાજાઓને યાદ કરે છે. રાજાઓ તે ગયા, પણ જે સ્વપ્નાં સેવેલાં તે ઉધાં પડ્યાં. ટેક્ષો વધી ગયા અને સાથે મુશ્કેલીઓ પણ વધી ગઈ-એમ કહે છે. આજે બધું પ્રજાના નામે થાય છે. જે પ્રજા સામે થાય તે સરકાર કેઈનું લઈ શકે નહિ, પણ તમે એક-બીજાના સુખમાં રાજી નહિ ને? પૈસા દાર ગરીબનો બેલી નહિ અને ગરીબ પૈસાદારના સુખમાં રાજી નહિ, એટલે કેણ કોને મદદ કરે ? જો આમ ને આમ તંત્ર ચાલશે, તે પિસે માલદારેના હાથમાં નહિ રહે.
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy