________________
બાજો ભાગ
૨૮૯ એમાંના તે તમે નહિ ને? આરંભની અને પરિગ્રહની સાવ ચેતી તે, વીસેય કલાક રાખવી જોઈએ ને ? તમે, અમને એમ કહો કે-“આરંભ અને પરિગ્રહ વગર અમને કેમ ચાલી શકે ?”—તે અમારે એમાં મૌન રહેવું પડે, પણ અમે તમને સાવચેત રહેવાનું તે કહીએ ને? ગૃહસ્થ એમાં બેઠેલે છે; એના વિના એને ચાલે એમ નથી, પણ એ જ ધર્મક્રિયામાં જોડાએલે હય, એને ભગવાને કહેલા માર્ગની આછી આછી પણ જે સમજ હોય, આ પાપ છે એવું ઉડે ઉડે પણ જે એને લાગ્યું હોય, તે એને આરંભ-પરિગ્રહથી સાવધગીરી રાખવાનું મન તે થાય ને? એને ખ્યાલ રહે કે-“આને સ્વભાવ જીવને તિર્યંચગતિમાં લઈ જવાનું છે, પણ મારે મારી હશિયારીથી, મારી સાવધગીરીથી તિર્યંચગતિથી બચી જવાનું છે!” કઈ તમને ધર્મક્રિયા કરનાર તરીકે પૂછે કે “તમે આટલા આરંભાદિ કેમ કરે છે? —તે તમે શું કહે ? એમ જ ને કે પાપને ઉદય છે, ગૃહસ્થાપણુમાં બેઠે છું; સાધુ થઈ શકાય તેમ નથી, માટે આના વિના મને ચાલે તેમ નથી ! મારૂં પાપ મને સતાવી રહ્યું છે. એના યોગે જ મારે આ પાપો કરવાં પડે છે!”? તમે જવાબ દે, તે આ જ જવાબ દો ને? એમ તે ન જ કહે ને કે ધર્મક્રિયા કરીએ છીએ, એટલે શું થઈ ગયું? એમ પાપ પાપ કરીએ તે ન ચાલે! એ તે ધર્મ વખતે ધર્મ અને પાપ વખતે પાપ !” આવું તે બોલી શકે, કે જેના હૈયે ધર્મ ન હોય અથવા તે જે ધર્મ પણ પાપના રાગના યોગે કરતો હોય! તમે તે, એમાંના નથી ને? તમે તે, સંપૂર્ણ ધર્મ થઈ શકતો નથી, માટે થેડે ધર્મ કરો છે અને ગૃહસ્થ છે એટલે પાપમાં રહ્યા વિના અને પાપ કર્યા