SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ -- = = = = = = == = = = બાજો ભાગ ૨૪૩ ય પાપને અંગે વિચાર કરે અને નિર્ણય કરી લે કે અમે પાપ કરીએ-એ જુદી વાત છે, પાપને તજી ન શકીએ-એ જુદી વાત છે, પણ એમાંનાં કઈ પણ પાપનું કરવા લાયક તરીકેનું પ્રતિપાદન તે અમે કરીએ જ નહિ. જે આ રીતિએ હૈયાને કેળવવામાં આવે, તે ઉન્માગદેશનાથી પણ સહેલાઈથી બચી શકાય અને સન્માર્ગનાશથી પણ સહેલાઈથી બચી શકાય. આપણે શું કર્યું ને શું ન કર્યું, આપણે શું નથી કરતા ને શું કરીએ છીએ, અથવા તે આપણે શું કરીશું ને શું નહિ કરીએ-એ વાતને એવી રીતિએ જોવાની જ નહિ, કે જેથી ભગવાને કહેલા વચનથી ઊલટું બેલાય; અ. થવા તે, આપણા વચનને પરિણામે ભગવાને કહેલા માર્ગને નાશ થવા પામે. ભગવાને જેને આચરવા લાયક કહ્યું હોય, તેને આપણે ન આચરતા હોઈએ અને ભગવાને જેને તજવા જેવું કહ્યું છે, તેને આપણે ન તજતા હોઈએ, તે પણ આપણે કહીએ શું? ભગવાને જેને આચરવા લાયક કહ્યું હોય, તેને આચરવા લાયક જ કહીએ અને ભગવાને જેને તજવા લાયક કહ્યું હોય, તેને તજવા લાયક જ કહીએ. તત્ત્વનું સ્વરૂપ ભગવાને કેવા પ્રકારનું કહ્યું છે તેને ન જાણીએ તે ન બોલીએ એ બને, પણ જે બેલીએ તે ભગવાને તનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું જ બેલીએ. જન કુળમાં જન્મેલાઓ આવું કરે ખરા? તમે ગમે તેટલાં પાપ કરતા છે, અને ગમે તેવાં પણ પાપો કરતા હે, પરંતુ જે કઈ તમને એમ પૂછે કેઆ થાય ? તે તમે એમ જ કહે ને કે- આ પાપ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy