________________
૨ ૩૮
ચાર ગતિનાં કારણે માગને ઘાત કરતું નથી, જ્યારે આ તે દેખીતી રીતિએ અહિંસાનું પાલન કરનારો હોવા છતાં પણ, અહિંસાના માર્ગને ઘાત કરનારો હોય. એટલે, ઉન્માર્ગની દેશના રૂપ પાપ અને સન્માર્ગના નાશ રૂપ પાપ-એ બન્ને પાપ તે, સઘળાં ય પાપ એમાં સમાઈ જાય તેવાં પાપ છે. એ બે પાપના યોગે, અન્ય કોઈ પણ એક પાપને ય અવકાશ નથી એવું બને જ નહિ આવાં ભયંકર પાપોને, તિર્યંચગતિનાં કારણે તરીકે કેમ ગણાવ્યાં ? ઉન્માદેશના અને સન્માર્ગનાશ-એ બે પાપને તિર્યંચ
ગતિનાં કારણે તરીકે શાથી ગણાવ્યાં છે?
તમને એમ તે થાય ને કે-ઉન્માર્ગની દેશના અને સન્માર્ગને નાશ, આ બે પાપો નરકનાં જ કારણેમાં કેમ ગણાય નહિ, કેમ કે-નરકનાં કારણે તરીકે જે પાપને જણાવવામાં આવ્યાં છે, તેના કરતાં પણ આ બે પાપ ભયંકર કટિમાં છે !? ભગવાને આ બે પાપને તિર્યંચગતિનાં કારણે તરીકે કહ્યાં છે, માટે તમે ભગવાનના વચન ઉપરની શ્રદ્ધાના બળે ભલે એમ માની લે કે-“ઉભાગની દેશના એ પણ તિર્ય. ચગતિનું કારણ છે અને સન્માર્ગને નાશ એ પણ તિર્યંચગતિનું કારણ છે.” પણ તમને એ વાતને સમજવાનું મન તે થાય ને કે-“ભગવાને આવાં પાપોને નરકગતિનાં કારણે તરીકે નહિ ગણાવતાં, તિર્યંચગતિનાં કારણે તરીકે કેમ ગણાવ્યાં હશે? એવા પાપને આચરનારા છે, એ પાપના કારણે નરકગતિમાં નહિ જતાં, તિર્યંચગતિમાં જાય, તેનું કારણ શું ?” આ વાતને ખૂલાસે જાણવાનું મન તે તમને થાય