________________
બીજો ભાગ
૨૦૩ -
જ પ્રયત્ન કર્યો. રાજા વસુને ગુરૂદ્રોહની વાત જેટલી ખટકી, તેટલી પણ પતિદ્રોહની વાત પાઠકપત્નીને ખટકી નહિ, કારણ કે-અત્યારે તેણે પુત્રમેહના જ આવેગમાં તણાઈ રહી હતી. એક તે અસત્ય લાવવાનું પાપ અને તેમાં સાથે. પતિદ્રોહનું પાપ તથા એવા પાપને આચરવાથી મહા હિંસાની પુષ્ટિ થવાની પૂરી સંભાવના; છતાં ય, પુત્રમોહને આધીન બનેલી પાઠકપત્ની, એને વિચાર જ કરતી નથી. વસુ રાજાએ તદન સીધી વાત કરી, ત્યારે પાઠકપત્ની ઊલટી ગુસ્સામાં આવી ગઈ. તેણુએ રાષથી રાજા વસુને કહ્યું કે-“તારે તારા ગુરૂના પુત્રને વધારે ગુણ હોય, તે તેમ કર ! અગર, તારા પિતાના સત્ય બોલવાના વ્રતના આગ્રહને વધારે ગણુ હોય, તે તેમ કર !” એટલે કે–તારા સત્યવ્રતના આગ્રહની પાસે, તને, તારા ગુરૂના પુત્રની જીન્દગીની કાંઈ જ કિમત નથી.
પાઠકપત્નીએ રેષમાં આવી જઈને જે આવું કહ્યું, તે રાજા વસુથી જીરવી શકાયું નહિ! પાઠકપત્નીના આગ્રહને અને રેષને આધીન થઈ જઈને, રાજા વસુએ “ગુરૂએ
”ને અર્થ “જિ”—એ કહ્યો હતો એવી ટી. સાક્ષી ભરવાનું કબૂલ કર્યું ! એટલે, રાજા વસુની એ કબૂલાતથી ખૂશ થયેલી પાઠકપત્ની, પોતાના સ્થાને પાછી ફરી.
હવે, અગાઉ થયેલા નિર્ણય અનુસાર, શ્રી નારદ અને પર્વતક, અજ શબ્દના ગુરૂએ કહેલા અર્થને નિર્ણય કરવાને માટે, રાજા વસુની પાસે ગયા.
રાજસભા મળી. રાજસભામાં જે સભ્ય મળ્યા હતા. તે માધ્યચ્ચ ગુણથી શોભનારા હોવા ઉપરાન્ત, વાદ અને પ્રતિવાદ કરનારા બન્નેયના વાદમાં, સદુવાદ કરે છે અને