SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર ચાર ગતિનાં કારણે યાદ આવે છે અને તેને યાદ નથી આવતી, એની આમાં પરીક્ષા થઈ ગઈ ને? વળી, કેનામાં હિંસકભાવ પ્રગટે છે અને કેનામાં હિંસકભાવ પ્રગટતે નથી, એ પણ જાણી શકાયું ને? દુર્ગતિગામી જીવમાં, હિંસકભાવ જેટલી ઝડપથી પ્રગટ શકે છે, તેટલી ઝડપથી જે જીવ દુર્ગતિગામી ન હોય તેનામાં હિંસકભાવ પ્રગટી શકતું નથી, એમ સામાન્ય રીતિએ કહી શકાય. હૈયામાં-પરિણામમાં ઘણે કિલષ્ટભાવ આવ્યા વિના, નરકગતિનું આયુષ્ય બંધાય નહિ; એટલે, કેના કેના પરિ ણમાં એ કિલષ્ટભાવ પ્રગટી શકે તેમ છે, એ શ્રી ક્ષીરકદમ્બક પાઠકને જાણવું હતું, અને તે તે, તેમણે જેલા ઉપાયથી સારી રીતિએ જાણી શકાય તેમ હતું. શ્રી ક્ષીર કદમ્બક પાઠકે જે નિર્ણય કર્યો હતે, એ નિર્ણય કેટલો બધે સાચે હતું, તે આગળ બનેલા બનાવ ઉપરથી પણ સારી રીતિએ સમજી શકાશે. શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિર્વેદને પામીને પ્રત્રજ્યાને ગ્રહણ કર્યા બાદ, તેમના પુત્ર પર્વતકે, તેમના પાઠકપદને સંભાળ્યું; સર્વશાસ્ત્રવિશારદ બનેલા શ્રી નારદ પિતાને સ્થાને ચાલ્યા ગયા; અને વસુના પિતા શ્રી અભિચન્દ્ર રાજાએ વ્રત ગ્રહણ કર્યું, એટલે તે પણ રાજા બન્ય. રાજા બનેલા વસુએ, રાજકાર્યમાં અને સર્વત્ર એવી રીતિએ વર્તવા માંડ્યું કે-“સત્યવાદી તરીકેની તેની પ્રસિદ્ધિ થઈ લેકે, રાજા વસુને, “સત્યવાદી તરીકે જ ઓળખવા લાગ્યા અને પિતાની “સત્યવાદી” તરીકેની એ પ્રસિદ્ધિને ટકાવવાને માટે પણું, વસુ રાજા હરકોઈ પ્રસંગમાં સત્ય જ બેલતે. એ દરમ્યાન, એવું બન્યું કે એક શિકારી શિકાર ખેલ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy