SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ચાર ગતિનાં કારણો પાડી દઈએ, તે પછી આપણે કશી પણ મહેનત વિના સુખેથી આ જાંબુલેને આસ્વાદ કરી શકીએ. આ માણસ કૃષ્ણ લેશ્યાવાળે હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે. એ વખતે, બીજો માણસ બોલી ઉઠ્યો કે-“એમ નહિ, આવડા મેટા વૃક્ષને નાહક આપણે શું કામ ઉખેડી નાખવું જોઈએ? ફળે તે આ વૃક્ષની મોટી મોટી ડાળીઓમાં છે, માટે આપણે આ વૃક્ષને નહિ પાડતાં, આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને જ કાપી પાડીએ. ” આ માણસ નીલ લેશ્યાવાળે ન હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે. તે વખતે, ત્રીજો માણસ કહે છે કે આપણે આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને તેડી પાડવાનું પણ શું પ્રજન છે? આવી મેટી ડાળીઓ ફરી પાછી આ વૃક્ષને ક્યારે થશે? માટે એમ કહે કે આપણે આ વૃક્ષની નાની નાની ડાળીએને જ તેડી પાડીએ, કારણ કે-ફળ તે બધાં નાની ડાળીઓમાં જ છે.” આ માણસ કાપત વેશ્યાવાળે હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયા. નાની નાની ડાળીઓને તેડી પાડવાની વાતને સાંભળીને, ચોથે કહે છે કે-આપણે નાની પણ ડાળીઓને તેડી પાડવાનું કામ શું છે? એક પણ ડાળીને કાપી નાખ્યા વગર આપણે ફળનાં ઝુમખાંઓને જ તેડી પાડીએ. બીચારી ડાળીઓ તે ભલે રહી, પણ જે જે ગુચ્છાઓમાં લે છે, તે તે ગુચ્છાએને જ આપણે તેડી પાડીએ.” આ માણસ તેજેશ્યાવાળો હતે, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે. પાંચમે માણસ તે કહે છે કે- એમ પણ નહિ કામથી કામ રાખે. આપણે નિસ્બત માત્ર ફળની સાથે છે;
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy