SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૧૩૭ એ જણાવવાને માટે, હું મારા હાથમાં આ જબૂવૃક્ષની શાખાને લઈને ફરું છું.’ - આથી લેકેએ તે પરિવ્રાજકનું પિટ્ટશાલ” એવું નામ પાડ્યું હતું. લકે એને પિટ્ટશાલ કહેતા. આવા અજ્ઞાન અને ગવષ્ઠ માણસ જોડે વાદમાં ઉતરાય? આવા તુચ્છ અને ઘમંડી હૈિયાને ધરનારની સાથે વાદમાં ઉતરવું, એ પણ એક મોટું જોખમ છે. મિથ્યાભિમાની માણસેમાં વિદ્યા હોય-એ બને, પણ એની વિદ્યા એને પચેલી ન હેય. એની વિદ્યા, એને કષાયના અગ્નિમાં શેકે; અને જે કઈ એની હડફેટે ચઢી જાય, તેને એનું જે ઉપજતું હોય તે એ પૂરો કરી દીધા વિના રહે નહિ. આવાં અનેકવિધ કારણેસર, એવાઓની સાથે વાદમાં ઉતરવાને, શ્રી જૈન શાસનમાં નિષેધ કરાયો છે. આમ છતાં ય, રોહગુપ્ત એની સાથેના વાદને સ્વીકારી લીધે. . રહગુપ્ત, એ જૈન મુનિ હતા. વિદ્વાન પણ હતા અને શક્તિશાલી પણ હતા. પણ એમ લાગે છે એમનામાં પિતાની વિદ્વત્તા અને શક્તિની ખૂમારી પ્રગટી હશે. જે એમનામાં એવી ખૂમારી ન પ્રગટી હેત, તે એમનું જે રીતિએ પતન થવા પામ્યું, તે રીતિએ એમનું પતન થાત નહિ. એ રહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનના શિષ્ય પણ હતા અને સંસારી સંબંધે તેઓ એ આચાર્ય ભગવાનના ભાણેજ પણ થતા હતા. શ્રીગુપ્ત આચાર્ય ભગવાનને અંતરંજિકા નગરીમાં સપરિવાર સમવસરેલા જાણીને, તેઓશ્રીને વન્દન કરવાને માટે,
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy