SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ ૨૮૧ શ્રી શાલિભદ્રજીની માતાનું હૈયું કેવું હતું, –એને પારખવાને પ્રયત્ન કર્યો છે ખરે ? મહારાજા શ્રેણિકે એક પણ રત્નકંબલ ખરીદી નહિ અને શ્રી શાલિભદ્રજીની માએ સેલે ય રત્નકંબલે ખરીદી લીધી, એ પ્રસંગ સાંભળે છે ને? એમાં, શ્રી શાલિભદ્રજીની માતા ભદ્રા શેઠાણીના હૈયાને પારખવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? બન્યું છે એવું કે-નેપાલદેશથી કેટલાક વાણિયાએ, નેપાલ દેશમાં બનેલી મહા મૂલ્યવાન રત્નકંબલેને લઈને, એ રત્નકલને વેચવાને માટે, રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. તેઓ જાણતા હતા કે-આ વસ્તુ રાજભગ્ય છે, એટલે એ રત્નકમ્બલેને લઈને તેઓ, મહારાજા શ્રેણિકની પાસે ગયા. તેઓએ પિતાની પાસેની રત્નકંબલે મહારાજા શ્રેણિકને બતાવી અને એ રત્નકમ્બલમાં રહેલા ગુણોને વર્ણવતાં કહ્યું કે-આ રત્નકમ્બલો ત્રણે ય ઋતુઓમાં સુખ પૂર્વક વાપરી શકાય છે. વર્ષાઋતુમાં, આ રત્નકમ્બલના તંતુએ, એકબીજાની સાથે એવા ગાઢપણે મળી જાય છે કે-વર્ષાનું પાણું એને ભેદીને નીકળી શકતું નથી અને વર્ષાનું પાણી જેવું આના ઉપર પડે છે, કે તરત જ તે નીચે પડી જાય છે. એટલે, આ કમ્બલ જેણે ઓઢી હોય, તેના શરીરને વરસાદનું પાણી અડી શકતું પણ નથી અને કમ્બલ પણ કરી ને કોરી જ રહે છે. આ કમ્બલ એકલી પણ જે શીયાળામાં એાઢી હોય, તો ય ક્ષણ માત્રમાં શરીરમાંથી પરસેવો છૂટે છે અને આ કમ્બલ ઉનાછામાં ઓઢી હોય, તે શરીરે જાણે ચન્દનને લેપ કર્યો હોય એવી શીતલતાને પેદા કરે છે. આ કમ્બલ જ્યારે મેલી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy