SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ સુખને માટે જ, તેને કદી પણ દુઃખરહિત સુખ મળે જ નહિ. દુઃખ આપે તેવાં કર્મોને ખપાવવાની ઈચ્છા તા કાને નથી ? સંસારમાં, દુઃખ કાને ગમે છે અને સુખ કાને ગમતું નથી? સૌને દુઃખના અણગમા છે અને સૌને સુખ ગમે છે, છતાં બધા દુ:ખી કેમ છે? દુઃખને દેનારા કર્મ માત્રથી છૂટવા સાથે, માત્ર સુખને જ દેનારાં કર્મોના ચાગ સાધી શકાય, એ બની શકે જ નહિ. નહિતર, સુખ માટે તરફડીયાં મારનારા જીવ દુ:ખી થાય કેમ ? સુખ આપનારાં કર્મો જેને જોઈએ છે, તેને દુઃખ આપનારાં કર્મો બંધાયા વિના રહેતાં જ નથી. જેને એકલું સુખ જ જોઇતું હાય, તેણે કર્મરહિત બનવાના જ પ્રયત્ન કરવા જોઇએ. આ વાત ખરાખર સમજી લેવી જોઈ એ. શ્રી સર્વજ્ઞ ભગવાનના શાસનના આ અર્ક છે. કહેવાતા અધ્યાત્મવાદિઓ, અધ્યાત્મની કરી વાતા કરનારાઓ, આ વસ્તુને સમજ્યા જ નથી. નાહકના કર્મની વાતથી ગભરાય છે. કર્મની સાથે રહેવું ને કર્મથી ગભરાવું, તે ચાલે ? કર્મરહિત અનવું છે, એ ઈચ્છા જ કર્મની અસરને સૂચવે છે. આત્મા વિભાવદશામાં છે, તે કર્મની જ અસર છે. આત્મા ઉપર કર્મની અસર તેા થાય જ છે, પણ એ અસરને ગણકાર્યા વિના જે પોતાના સ્વભાવમાં સ્થિર રહેવાના પ્રયત્ન કર્યા કરે, તે કર્મથી સર્વથા છૂટા અને. કર્મની અસર નથી –એમ કહેવા માત્રથી જ કાંઈ કર્મના ચેાગથી મુક્ત મની શકાય નહિ. અમારું ચાલત તે અહીં પગે ચાલત નહિ ઃ ૯ શાસ્ત્રોએ કર્મના ઘાતી-અધાતી એ વગેરે ભેદો વર્ણવ્યા
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy