SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ચાર ગતિનાં કારણો કદાચ એકદમ એ કારણેને તજી ન શકાય, તે પણ એ કારણેને તજવા જેવા માનવાં, એ કારણેને રસથી સેવવાં નહિ, એ કારણેને સેવતાં રસ આવી જાય તે તેને કાઢી નાખવાની કાળજી રાખવી અને એ કારણોને સેવતાં પણ એવા સાવધ રહેવું જોઈએ, કે જેથી એ સાવધગીરી એ કારણોને દુર્ગતિનું ફલ આપવામાં નિષ્ફલ બનાવી દે. જેઓ દુર્ગતિનાં કારણેને જાણીને, એકદમ એને તજી દેવાને સમર્થ ન હોય, તેઓ પણ આટલું તે નકકી કરી શકે છે ને? ભૂલ કરાય તો ફળ પણ ભોગવવું પડે! ચાર ગતિઓમાં નરકગતિ અને તિર્યંચગતિ, એ બન્ને દુર્ગતિએ કહેવાય છે. નરકમાં દુઃખ બહુ છે અને તિર્યંચમાં કદાચ કઈ કઈ જીવને સુખસામગ્રી મળે, તે ય વિવેકવિકલતા છે. તમને દુઃખ તે ગમતું જ નથી ને? દુઃખ ન ગમતું હેય, એટલે દુર્ગતિ ન જોઈએ-એમ તે થાય, પણ “મારે દુર્ગતિ નથી જોઈતીએ વિચાર માત્ર કરાય, તે એટલા માત્રથી દુર્ગતિ ન મળે, એવું બને ખરું? ખાવામાં ભૂલ કરીએ, અધિક ખાઈએ અગર ન પચે તેવું ખાઈએ, તે પેટમાં દુઃખે ને? કેમ ? કાયદે કે-જે ભૂલ કરીએ તેને નતીજે ભેગવ પડે. તેમ, અહીં પણ જે દુર્ગતિમાં ઘસડી જાય તેવાં પાપને રસથી સેવીએ, તે દુર્ગતિમાં જવું જ પડે. ચાર ગતિઓમાં જેવી સુખસામગ્રી દેવગતિમાં છે, તેવી જ દુઃખસામગ્રી નરકગતિમાં છે, તિર્યંચગતિમાં કવચિત્ સુખ, બાકી દુઃખ; અને મનુષ્યગતિમાં વિવેકને પામવાને તથા વિવેકને સફલ કરવાને ઘણે અવકાશ. આથી, આપણને દુર્ગતિએ પસંદ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy