SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ચાર ગતિનાં કારણેા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની જ હોય. સૌના મનને એમ હોય કે–આ બધું સૌથી પહેલાં શાસનને માટે. આમ ઘર ને પેઢી તજી શકે નહિ, પણ શાસનને જો જરૂર પડી જાય, તેા એના તે શું ?, પણ જાતના ય ભાગ દેવાની તૈયારી જૈનમાં હાય. સૌ માને કે-પહેલા આપણે શાસનના અને પછી કુટુંબ આદિના ! પુણ્યવશે જે કાંઇ મને મળ્યું છે, તે શાસનના ઉપયેગમાં આવી જાય તે સારૂં-એ ભાવના જૈનના હૈયામાં હોય. આજે માટે ભાગે તમે બધું તમારૂં જ છે-એમ માની બેઠા છે અને એથી તમારે માટે દેવ, ગુરૂ, ધર્મ જાણે પારકા હોય એવું થઇ ગયું છે. સ મન્દિર, ઉપાશ્રય આદિ તે સંધનાં તે? સંઘનાં એટલે કેઈનાં નહિ કે સૌનાં ? દરેક જૈનને એનું મમત્વ હોય કે કોઈનેય એનું મમત્વ ન હોય? શ્રી જિનમન્દિરાદિ સઘનાં, એના અર્થ એ છે કે-સઘની દરેકે દરેક વ્યક્તિ એમાં પેાતાની શક્તિ-સામગ્રીના ખર્ચ કરવાને ઈચ્છે. એક જૈનનું ઘર પણ જાહોજલાલીવાળું હોય, તેા સંઘનાં મન્દિરાદિ કેવી જાહેાજલાલીવાળાં હેાય ? ઘર વગેરેની ચિન્તા કરનારા તે એકાદ-બે હોય અને શ્રી જિનન્દિર આદિની ચિન્તા કરનારા તા સૌ હોય; એટલે, જે કાળમાં ઘર આદિમાં ઊણપ આવે, તેવા કાળમાં પણ શ્રી જિનમન્દિરાદિમાં ઉણપ। આવે નહિ ! આજે માટે ભાગે લગભગ એથી ઊલટી જ પરિસ્થિતિ દેખાય છે ને ? ઘર વગેરેને માથે ધણી છે અને શ્રી જિનમન્દિરાદિ અંગે જાણે ધણીધારી કાઈ નહિ ! પેાતાની સગવડના અને પોતાની સત્તા આદિના હક્ક કરતા સૌ આવે અને કયાં કેટલી જરૂર છે એની ચિન્તા તા ભાગ્યે જ કોઈ કરે. આજે
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy