SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૧૯૫ પાપાત્માઓ પણ, પાપને તજીને અને સંયમના ઉપાસક બનીને, જગપૂજ્ય બની શકે. એ નસીબ માનવીનું જ હોઈ શકે, દેવનું નહિ; કેમ કે–અહીં પાપત્યાગ શકય છે અને ત્યાં પાપત્યાગ અશક્ય છે. આ જન્મ આપણે પામ્યા, તે છતાં પણ જે પાપથી વિરમવાની ભાવના ન આવે, તે કરવાનું શું? ઘર એટલે પાપનું સ્થાન, એટલે આ જન્મમાં મરતાં સુધી ઘરમાં રહેવું પડે, તે વિવેકી શું માને ? પાપના સંસર્ગમાં જીવન પૂરું થાય, એ તમને ગમે? મરતાં પહેલાં તે અવશ્ય ત્યાગ કરે છે, આ મરથ ખરે? તમારું કુટુંબ આ વાતને સમજે નહિ, તે તમને એની દયા ન આવે? કુટુંબ ઉપર જે પ્રેમ હોય, તે એ પ્રેમને આ દયાના માર્ગે વાળવે. આ વિચાર હૈયામાં પેદા થાય, તો સાધુપણું પમાય; સાધુપણાની શક્તિ ન હોય તે દેશવિરતિપણું પમાય; અને કદાચ અવિરતિને કેઈ તે ઉદય હેય, તે તેથી ન સાધુપણું પમાય કે ન દેશવિરતિપણું પમાય તે પણ, આગામી જન્મને માટે ઘણી સારી સામગ્રી ઉભી થઈ જવા પામે. પાપ ખટક્યા વિના તે પરમાત્મા ય તારી શકે નહિ ? આ વાત હૈયે બરાબર જચી જવી જોઈએ કે–જન્મ તે ખરાબ જ છે, એટલે આ જન્મનાં કાંઈ જન્મ તરીકે વખાણ કરાયાં નથી; પણ આ જન્મનાં જે વખાણ કરાયાં છે, તે એ માટે કરાયાં છે કે-જીવનને પાપમુક્ત બનાવવાની આ જન્મમાં જ સારામાં સારી સામગ્રી છે. જ્યાં સુધી પાપ ખટકે નહિ, ત્યાં સુધી આ વિચાર હૈયે જ નહિ. પાપ ખટક્યા વિના તે, ભગવાન શ્રી જિનેશ્વરદે પણ બચાવી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy