SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ચાર ગતિનાં કારણે છે, માટે આનંદ છે ને? ત્યાંની વ્યવસ્થા બગડે, તે મારે ને એને કશે સંબંધ નથી-એમ મનમાં રહે કે એની અસર થાય? આ ખ્યાલ આવે, એટલે પોષાતીને સાધુપણું મહત્વનું લાગ્યા વિના રહે નહિ. પિસહ પાળીને એ ઘેર જાય ખરે, પણ ઘેર જવાનું એને ગમે નહિ. સાચા સુખને ખરે અનુભવ તે સાધુપણમાં જ થાય, એ પ્રકારના અનુભવની વૃત્તિને લઈને એ ઘેર જાય, એટલે એ ઘરમાં રહે તે ય એનું ચાણ સાધુપણા તરફ થયા કરે. “આ મનુષ્યજન્મની મિત પાપના ત્યાગને આભારી છે? એટલું ય સમજાઈ જાય તે“આ જન્મને ઉપયોગ, જન્મ ન થાય એવી કિયા કરવાને માટે છે અને એ માટે જ જ્ઞાનિઓએ આ જન્મને કિંમતી કહ્યો છે”—એ વાત ખ્યાલમાં હય, એટલે પાપ કરતાં હૈયું કંપ્યા વિના રહે નહિ. એને એમ થાય કે-“વેપાર કરવા, પેઢી ચલાવવા, ભેગ ભેગવવા વગેરેને માટે આ જન્મ નથી. આપણે જે કાંઈ સંસારનાં કાર્યો કરીએ છીએ, તે કાર્યો કરવાને માટે જ્ઞાનિઓએ આ જન્મની મહત્તા ગાઈનથી. જેનામાં આ સમજ આવે, તે ઘરનાં-સંસારનાં કામો ન જ કરે એમ નહિ, પણ આ સમજ હેય, તે જૈનના ઘરમાં બધાંને ઘરનાં કામ કરતાં એમ થાય કે-“શું કરું? સંસારને તજવાની શક્તિ નથી, માટે સંસારમાં રહેવું પડે છે અને સંસારમાં રહેવું પડે છે, માટે આ પાપ કરવાં પડે છે !' - સ૦ આ વાત સમજાય છે, પણ આપ કહો છો તેવું થતું નથી. હૈયાની સમજ વગરની સમજની કશી કિંમત નથી.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy