SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ ૧૩૫ રાજધાનીમાં આવ્યેા. એને તેા માત્ર રાજા ઉદાયીનું ખૂન કરવું હતું, એટલે એ માટેની તક એ શેાધવા લાગ્યા. એણે જોયું કે-રાજમહેલની બહાર તા, રાજાનું ખૂન કરી શકાય તેમ છે જ નહિ અને જાપ્તા એવા છે કે રાજમહેલમાં તે પ્રવેશ કરી શકે તેમ નથી. આથી, એ રાજકુમારે શેાધવા માંડ્યું કે—આ રાજમહેલમાં નિઃશંક પ્રવેશ કેાના છે ? રાજા ઉદાચીન! રાજમહેલમાં, કોઈ પણ પ્રકારની રોક-ટોક સિવાય, માત્ર જૈન સાધુએ જઈ શકતા. એ સિવાયના તેા તે જ જઈ શકતા, કે જેમને પરવાનગી હોય. આથી, એ રાજકુમારે જૈન સાધુ બનવાના નિર્ણય કર્યો, કારણ કે—એણે એ માતમી પણ મેળવી હતી કે–જૈન મુનિએનું જ, રાજાની પાસે એકાન્તમાં અલ્પ્સલિત ગમનાગમન, થઈ શકે છે. આવા માણસ, જ્યારે રાજાનું ખૂન કરવાના ઇરાદાથી જૈન મુનિપણાને સ્વીકારવાને તૈયાર થઇ જાય, ત્યારે એ કેટલી પૂર્વ તૈયારી કરી લે ? પેાતાના હૈયામાં ભારે ભવિરાગ ઉત્પન્ન થયા છે, એવું સામાને જણાવવામાં એ કચાશ રાખે ખરા? સંસારથી અત્યન્ત ઉદ્વિગ્ન અન્યા હોય અને માક્ષ સિવાય પોતાને કશાના ખપ જ ન હોય, એવા ભાવને પ્રદર્શિત કરતા તે રાજકુમાર, સૂરિમહારાજાની પાસે આવ્યેા. સૂરિમહારાજાને જેમ બનાવટી ભાવ દર્શાવ્યેા, તેમ નામ-ઠામ પણ બનાવટી દર્શાવ્યાં; પણ એ બધું એટલી બધી હેાંશીયારીથી કર્યું કે–મહા ગીતાર્થ એવા સૂરમહારાજા પણ, એની બનાવટ વિષે કલ્પના સરખી ય કરી શકયા નહિ અને એથી સૂરિમહારાજાએ એને બહુ લાયક સમજીને, અને દીક્ષા દઈ દીધી. આ રાજકુમારને દીક્ષા દેનારા સૂરિમહારાજા પ્રભુશાસનના
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy