SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ ૧૧૫ સદ્ધિગતિને આ પણ છે, એ રૂપ, આ છે કે એ પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એવું જ સ્વરૂપ આપણું પણ છે, પણ આજે તે ઢંકાએલું છે. શ્રી સિદ્ધિગતિને પામેલા આત્માઓનું અને આપણું સ્વરૂપ, આમ તો સરખું જ છે; પણ ફેર એટલો છે કે–એમનું સ્વરૂપે પ્રગટ થએલું છે અને આપણું સ્વરૂપ દબાએલું છે. જે આ વાત આપણા ખ્યાલમાં આવી જાય; આપણને સમજાઈ જાય કે-જે અનંતા સિદ્ધો આપણે માથે છે, તેમના જેવું જ મારું પણ સ્વરૂપ છે; કષાય અને ઇન્દ્રિ ઉપર વિજય મેળવીને જ એ તારકે શ્રી સિદ્ધિગતિને સાધી શક્યા છે અને હું પણ જે ધારું અને મહેનત કરું તે મારા એવા સ્વરૂપને પ્રગટાવી શકું તેમ છું; તે આ પ્રકારને ખ્યાલ આત્માને જાગૃત બનાવી દે! “સિદ્ધનું જે સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે; કષા તથા ઈન્દ્રિયોને આધીન બનવાના યેગે જ, હું આજે આ સંસારસ્વરૂપને–વિભાવ સ્વરૂપને ભેગવી રહ્યો છું અને હું જે મહેનત કરું, તે હું પણ કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય મેળવીને મારા સાચા સ્વરૂપને પ્રગટાવી શ્રી સિદ્ધ જેવા જ સ્વરૂપવાળે બની શકું છું.”—આવો ખ્યાલ આવે, એટલે આત્માને સહજ રીતિએ પોતાનું સ્વરૂપ પ્રગટાવવાની ઈચ્છા થાય. આ ખ્યાલને પામેલે આત્મા, એ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને, એ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી જ ધર્મ કરવા માંડે. ચરમાવર્ત જ શ્રી જિનવાણીને પ્રયાગકાળઃ જે આત્માઓને પોતાનું દબાએલું સ્વરૂપ પ્રગટાવવું હોય, તે આત્માઓને માટે જ, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ માર્ગ સ્થાપે છે. ભગવાન શ્રી તીર્થકરદેવેએ, શ્રી તીર્થકર
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy