SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ ૧૧૩ નહિ, અને ત્રીજો ગુણ એ કે ક્યાંય ઉચિતપણું લંઘાવા પામે નહિ, તેની એ કાળજી રાખે. આવા ત્રણ ગુણે પ્રગટયા હોય અને એમાં શ્રી જિનવાણીને યોગ થઈ જાય, તો એ આત્માને સમ્યગ્દર્શન પામતાં બહુ વાર લાગે નહિ. પાપને રસ ઘટી જાય, સંસાર પ્રત્યે બહુમાન ન રહે અને સર્વત્ર ઔચિત્યને જાળવીને વર્તન કરે–આ ત્રણ ગુણે, મોક્ષના સાચા માર્ગને પામવામાં, ખૂબ જ સહાયક બને છે. ભગવાને કહેલે મોક્ષમાર્ગ રૂમ્યા પહેલાંની આ અવસ્થા છે, જ્યારે આપણે તો ભગવાને કહેલા મેક્ષમાર્ગને આચરનારા છીએ, એટલે આપણામાં તે એથી પણ વધારે ગુણસમૃદ્ધિ પ્રગટેલી હેવી જોઈએ ને ? અહીં સુધી આવીને, પાછા આપણે શ્રી જિનથી વિખુટા ન પડી જઈએ અને સદ્ગતિને પામતે પામતે મોક્ષને પામી જઈએ, એ માટે આ વગેરે વાતને વિચારવાની ખૂબ જ જરૂર છે. તમે હવે આ વિચારવાના ને ? વિશેષ તે, જ્યારે જ્ઞાનિએ દીઠું હોય ત્યારે.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy