________________
કહાન રત્ન સરિતા
૬૧
છે તે કામ કરતી નથી. ચૈતન્યરસ એણે જગાડવો જોઈએ. એ રસની તો વાત ચાલી છે.
(બોલ - ૧૫૮) ‘ચૈતન્યતત્ત્વનો રસ લગાડવાથી આત્મામાં સંસ્કાર પડે છે. સંસ્કાર દૃઢ થાય છે.' એ સંસ્કાર ભેદજ્ઞાનના પ્રયાસમાં થાય છે. એટલે એ વાત આમાં નાખી દીધી (કે) એ “ભેદજ્ઞાનના સંસ્કાર દઢ થતાં થતાં ફડાક દઈને સ્વાનુભવ થઈ જાય છે.' એ ચઢતી (શ્રેણીના) ક્રમની વાત લીધી. એ ચડતીના ક્રમવાળા ઉન્નતિનાં ક્રમવાળા પરિણામમાં કેવી સ્થિતિ હોય એ વિષય ત્યાં ચાલી ગયો.
-
(આ ચાલતા બોલમાં) કોઈ જીવ રોકાઈ જાય છે (અર્થાત્) એ પ્રકારનાં પરિણામ નથી કરતો છતાં બહારમાં સત્ત્શાસ્ત્ર અનુસાર જ્ઞાનનાં પરિણામ અને વ્રતાદિ અનુસાર સંયમના પરિણામ - એ બન્ને પ્રકારનાં પરિણામ કરતો જોવામાં આવે છે, છતાં એનું ફળ કેમ નથી ? (તો કહે છે) એ જીવ ત્યાં રોકાયેલો છે. એણે ત્યાં અહમ્બુદ્ધિ કરી છે. સ્થૂળપણે, કે સૂક્ષ્મપણે એણે અભિમાન કર્યું છે. બીજી રીતે કહીએ તો એ અભિમાનનું પાપ કર્યું છે. મિથ્યાત્વ એ પાપ જ છે ને ! એટલે એ જીવની કોશિશ ને પ્રયત્ન ઊંધી દિશામાં વર્તે છે. એનું ફળ એને સવળું આવે એ વાત રહેતી નથી. એણે આખે આખી દિશાનો પલટો મારવો જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાનનાં ને સંયમનાં પરિણામ થાય છે એ પર્યાપ્ત નથી. (એણે) દિશા બદલાવવી જોઈએ અને દિશા બદલાયા વિના દશા બદલાય એવું તો કદી બનતું નથી.
પ્રશ્ન :- ચૈતન્યરસ ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈએ ?
સમાધાન :- ચૈતન્યરસ ઉત્પન્ન કરવાં માટે એને સાચા સુખની તૃષા અને પિપાસા ઉત્પન્ન થવી જોઈએ. જ્યારે તરસ લાગે છે ત્યારે એક ક્ષણ એવી આવે છે કે પાણી વિના ચાલતું નથી. સામાન્ય તરસ હોય તો માણસ ચલાવી શકે છે (કેમકે) વાંધો નથી. પણ જો પાણી મળે જ નહિ, તરસ લાગ્યાં પછી પાણી મળે જ નહિ તો પરિસ્થિતિ બગડે છે અને એ પરિસ્થિતિ એવી બગડે છે કે પ્રાણ છૂટી જાય છે ! એ પરિસ્થિતિને એમ કહેવાય છે કે પાણી વગર હવે ચાલશે નહિ. એમ આની (સાચા સુખની) તરસ લાગવી જોઈએ....
જો કે શ્રીમદ્ભુ તો એમ જ કહે છે કે આ વિષય એટલો બધો કિંમતી