SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 20 રત્ન કણિકા જેને સુખી થવું હોય તેણે સુખ સમૃદ્ધ આત્મા કે જે સુખ સ્વભાવનું આલંબન જ પોતે છે તેના આશ્રયથી સુખી થવાય છે અને દુઃખનો નાશ થાય છે. એ વડે સત્ય પ્રતીતમાં આવે છે અને અસત્યની પ્રતીતિનો નાશ થાય છે. આથી સત્યનું યથાર્થ જ્ઞાન થાય છે અને અજ્ઞાનનો નાશ થાય છે. તેમજ સત્યમાં સ્થિરતા થાય છે અને અસ્થિરતાનો નાશ થાય છે. (પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી) સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી) પ્રદેશે-પ્રદેશે મેં માત્ર ચૈતન્ય—ચૈતન્ય વ આનંદ હી આનંદસે ઓતપ્રોત વસ્તુ હું. સ્વરૂપરચના પર્યાયમેં સ્વતઃ હી હુએ જા રહી હૈ. ઇચ્છા તોડું, સ્વરૂપકી વૃદ્ધિ કરું આદિ વિકલ્પોંકા જિસ સહજ સ્વભાવમેં સહજ હી અભાવ છે. અરે ! સહજ શુદ્ધ પર્યાયકા ભી જિસ ત્રિકાલી ધ્રુવ વસ્તુમેં સહજ હી અભાવ હૈ, એસી નિત્ય વસ્તુ મૈં હું, ત્રિકાલી પરિપૂર્ણ હું. (પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાની) મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો, તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક પર્યાય – નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે, મારી નથી. મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની વિશેષતા નથી. – આવી દ્રવ્યદષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા તરફ વળે ત્યારે. - (પૂ. બહેનશ્રી ચંપાબહેન)
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy