SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પત્રાંક-૫૮૨ પૂજ્ય ભાઈશ્રી – હા, આવે છે. એને તો વીસમા બોલમાં આત્મા કહ્યો. શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવ્યથી નહિ આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહે છે. એ પ્રવચન “મલાડમાં છેલ્લે છેલ્લે ૯૧મી જન્મજયંતી વખતે “ગુરુદેવે બહુ સારું કર્યું હતું. પછી “મલાડ' પછી પ્રવચનો બંધ થઈ ગયા હતા. એ વખતે નબળાઈ તો ઘણી હતી પણ ગુરુદેવની કરુણા ઘણી હતી. ઉત્સવ છે અને પ્રવચન ચાલશે. એમાં ૨૦મો બોલનું પ્રવચન આવ્યું. દ્રવ્યથી નહિ આલિંગિત. પર્યાય તો પર્યાય સ્વતંત્ર સત્ છે એમ કહેવું છે ને? તે એક સ્વતંત્ર સત્ છે. નહિ આલિંગિત પર્યાય. દ્રવ્યથી નહિ આલિંગિત પર્યાય તે આત્મા છે એમ કહે છે. શુદ્ધ પર્યાયની વાત છે. તો ત્યાં શું કહેવું છે ? ત્યાં તો પ્રવચન કરતા તો પહેલું વહેલું સાંભળ્યું. ગુરુદેવના શ્રીમુખેથી એ વાત પહેલવહેલી સાંભળી હતી, કે અહીંયાં દ્રવ્યને ગૌણ કર્યું છે. આચાર્ય મહારાજે આ ૨૦મા બોલમાં દ્રવ્યને ગૌણ કર્યું છે અને વેદનને મુખ્ય કર્યું છે. એવા બે બોલ આમાં ખેંચ્યા છે. ૫૧૪ અને ૫૪૧. “પરમાગમસારમાં આવે છે. પર્યાયનું વેદન છે એ વેદન અપેક્ષાએ વેદન મુખ્ય છે, એને તું ગૌણ કર તો ન ચાલે. એવી ભાષા આવી છે કે એને તું ગૌણ કર તે નહિ ચાલે, એમ કહે છે. વેદન ક્યાં જાય? તો એની મુખ્યતા કરવા માટે આચાર્યદેવે એમ કહ્યું, કે એ જ આત્મા છે. શુદ્ધ પર્યાયતે જઆત્મા છે. અનુભપ્રકાશના પ્રવચનોમાં ૭૩૩માં પરમાગમસારમાં એ વાત આવી છે કે, “સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એ “અનુભવપ્રકાશ' ઉપરના પ્રવચનમાંથી છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. ભાષાના શબ્દો સાદા છે પણ આમાં રહસ્ય બહુ છે. કેમકે આ જીવે જ્ઞાનમાં સ્વપણું કર્યું નથી. જ્ઞાનમાં સ્વપણું કરે એટલે પર્યાયમાત્રનું અવધારણ નથી રહેતું. ખરેખર તો એ સ્વ તે જ દ્રવ્ય છે. દ્રવ્યમાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચતુષ્ટય છે, અનંત સામર્થ્ય છે, એ કોઈ વિકલ્પ ત્યાં નથી કરવા પડતા. જ્ઞાનને સ્વપણે અનુભવતા દ્રવ્યનો વિકલ્પ કર્યા વગર દ્રવ્યનું અવલંબન રહે છે. માટે પરમાર્થ છે. એ જ્ઞાનનું નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. કેમકે તે જ્ઞાનનું અનુભવન તે દ્રવ્યનું અનુભવન છે. અનુભવન પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યનું અનુભવનદ્રવ્યાર્થિકનકે કહેવામાં આવે છે અને તે યથાર્થ છે. નયમાં ગૂંચવાય જાય છે. શબ્દનયમાં ગૂંચવાય છે. નવમાં એટલે શબ્દનયમાં ગૂંચવાય જાય છે. મુમુક્ષુ -વાંકાનેરમાં આ વાત ચાલી હતી. પૂજ્ય ભાઈશ્રી:- હા. એ વાત ચાલી હતી.
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy