SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ રાજહૃદય ભાગ-૧૨ જિનાગમમાં છે. લોકાલોકને કેવળજ્ઞાન જાણે છે એવું જિનાગમમાં છે. જિનાગમ સિવાય ક્યાંય એવું આગમમાં નથી. બીજાના આગમમાં નથી. તો પછી જિનાગમમાં છે એ તમને બરાબર લાગે છે? એટલે એટલું જ છે એમ બરાબર લાગે છે? તો કેવળજ્ઞાનનું સ્વરૂપ તમે કેવી રીતે સમજો છો ? બસ! એ ચર્ચા એમણે પોતે છેડી છે. ૬૧૫માં કેવળજ્ઞાનનો પ્રશ્ન એમણે છેડ્યો છે. મુમુક્ષુ -આ કાળમાં કેવળજ્ઞાન છે એ કઈ અપેક્ષાથી વાત કરે છે? પૂજ્ય ભાઈશ્રી – એટલે કહે છે કે હું તો પૂછું છું કે કેવળજ્ઞાનનું સ્વરૂપ જે આગમમાં કહ્યું છે એ આ કાળમાં છે? થાય ખરું? તમને એમ લાગે છે? કે ઓલું જે આત્મામાં કેવળ અખંડ સ્વભાવનું જ્ઞાન વર્તે એવું આ કાળમાં થાય એ વાત કહેવા માગે છે? શું કહેવા માગે છે તમે વિચારો છો ?બંને માટે. એમ પોતે ચર્ચા કરવા માટે પ્રશ્ન મૂક્યો છે. બાકી ઓલું કેવળજ્ઞાન તો થાય નહિ. લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન તો આ કાળમાં થાય નહિ. કોઈ સાધકજીવને, આગમન વાંચ્યા હોય અને અંતર્મુખ થઈને પહેલું કેવળજ્ઞાન થાય અને એને એમ થાય કે આવું જ્ઞાન મને હજી છૂટી જાય છે. ઉપયોગ આવીને છૂટી જાય છે, ઉપયોગ આવીને છૂટી જાય છે માટે પૂરેપૂરું નથી. અને એ કેવળજ્ઞાન સાદિ અનંતપણે રહી જાય એવું કેમ ન થાય? જો Cycle એક Second પણ Wheel ઉપર ઊભી રહી શકતી હોય તો પછી એને ગતિ આપીને કલાકોના કલાકો સુધી શા માટે એમને એમ ઊભી ન રાખી શકાય? વિજ્ઞાનીઓએ શું વિચાર કર્યો નીચેનું Tyre છે એ તો Round O, Flat નથી Flat વસ્તુ આમ રહી જાય. પણ ગોળાઈવાળી હોય તો ન રહે. એમણે જોયું કે ગોળાઈ છે તોપણ એક Second રહે છે. જો એક Second રહે તો એક એક કરતા ઝાઝી Second આપણે કરી નાખીએ. તો કેટલી રહે? જેટલા કલાક અને જેટલા દિવસ રાખવી હોય એટલી રહી જાય. આ તો વિજ્ઞાન છે ને ? એને ગતિ આપી દો. ત્યાં ને ત્યાં રહેતો નમી જશે પણ ફરતી હશે તો નહિ નમે. (એમ) અહીંયાં એક ક્ષણ અંદર અંતર્મુખ થવાણું. એક ક્ષણ અંતર્મુખ થયા પછી બહાર આવી જવાય છે તો પછી એક એક ક્ષણ કરીને એમને અનંત કાળ કેમ ન રહેવાય? એને ગતિ આપો Force આપો, એને Speed આપી દો. અંદર અંતર્મુખની Speed આપી દ્યો, વધારી દ્યો તે રહેશે. એવું કેવળજ્ઞાન પ્રગટ કરવાનો એમનો જે ભાવ છે એવો કોઈ સાધકને લોકાલોકના કેવળજ્ઞાનનો ખ્યાલ ન આવે. હું આવું
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy