SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ચજહૃદય ભાગ-૧૨ પણ મને તો એક છાંટો પણ દેખાતો નથી. ક્યાંથી દેખાય? જેનું મુખ આ બાજુ છે એને આ બાજુની ચીજ કેવી રીતે દેખાય? એને એ ચીજદેખાતી નથી. એમ આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. એનો સ્વભાવ સર્વપ્રત્યક્ષ છે, સર્વથા પ્રત્યક્ષ છે, સર્વદા પ્રત્યક્ષ છે અને બેહદ પ્રત્યક્ષ છે. પણ પોતે એને જોવા માટે જેટલું આતુર થવું પડે એટલો આતુર થતો નથી. કેમકે એ બાજુ વળવું છે ને ? જોવાશે ક્યારે ? એ બાજુ વળાશે ત્યારે તો એના માટે આતુર થવું પડે છે. બીજા કોઈ પદાર્થના કુતૂહલ માટે આ જીવ આતુરતા કરે છે પણ આવો મહાન પદાર્થ પોતે અભુતથી અભુત! વાણીને અશક્તિ જાહેર કરવી પડે છે, ભગવાનની દિવ્યધ્વનિને પણ અશક્તિ જાહેર કરવી પડે છે, કે આ પદાર્થને કહેવા માટે મારું સામર્થ્ય નથી. એવો પદાર્થ છે એનું કુતૂહલ કર એમ કહે છે. શ્ચમ મૃત્વા તત્ત્વકૌતૂહની સ’. ‘સમયસાર ૨૩મો કળશ. મરીને પણ કુતૂહલ કર. આચાર્ય મહારાજના શ્રીમુખેથી આ શબ્દો આવ્યા છે. “વફથમ મૃતા' મરીને પણ કુતૂહલ કર. એટલે શું? મરણપર્વતની પ્રતિકૂળતાને ગૌણ કરીને તારું એ બાજુનું વલણ નથી એનું કારણ શું છે? કે અનુકૂળતા અને પ્રતિકૂળતાની ભાંજગડમાંથી પરિણામ નવરા થતા નથી. પછી કોઈને નાની હોય તો કોઈને મોટી હોય. એ નાનીમોટીની તો પોતાની કલ્પના છે. એ બાજુના પરિણામ છે એ પરિણામ છૂટે ત્યારે આ બાજુ આવેને બે બાજુ રહે એવું તો બને નહિ. મરણપર્વતની પ્રતિકૂળતાને ગૌણ કરીને એકવાર તું છ મહિના સુધી કુતૂહલ કર. છ મહિનાની મુદ્દત મારી છે. અનંતકાળમાં છ મહિના શું છે? એક છોકરાને ભણાવવો હોય તો ૨૦વર્ષ સુધી ભણતર અને નિશાળને કોલેજ સુધી પૈસા ખર્ચીને મોકલવો પડે છે. આ તો કોઈપણ જાતનું કાંઈ લીધા-દીધા વિના. ફક્ત છ મહિના! આચાર્ય મહારાજ ફક્ત છ મહિનાની માગણી કરે છે. તારા માટે તું તારા છ મહિના બચાવ. વધારે નહિ. તારું શાશ્વત કલ્યાણ થાય એ વાત નિઃશંક છે. છ મહિના એકવાર દેહનો પાડોશી થઈને, શરીરનો પાડોશી થઈને અંદરમાં તું જો, કે અત્યંત પ્રત્યક્ષ, બેહદ પ્રત્યક્ષ, સર્વથા પ્રત્યક્ષ એવું તારું આત્મતત્ત્વ ચૈતન્ય ચમકે છે. જુઓ! પૂજ્ય બહેનશ્રીના શબ્દો છે. ચૈતન્ય તો ચમકે છે. જેમ સોનું ચમકે છે તેમ ચૈતન્ય તો ચમકે છે. આ ચમકતો હીરો છે. ડાબલીમાં નથી, ખુલ્લો ચમકતો હીરો છે. એની ચમક પણ બહાર આવે છે. તને કુતૂહલ થવું જોઈ અને અપેક્ષાવૃત્તિ થવી જોઈએ. મુમુક્ષુ – ભૂતકાળમાં તો લાખો-કરોડોનું આયુ કહે છે, તો એમાં લાખો-કરોડો
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy