SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ રાજહૃદય ભાગ-૧૨ લખ્યું. તો કહે છે, ઉત્તર તો તમારો યથાર્થ છે, વાત તો તમારી સાચી છે. એ વાત કાંઈ ખોટી છે એમ મારે કહેવું નથી. અમે તો એમ જ કહીએ છીએ. પણ અહીં મારા પ્રશ્નમાં વિશેષતા છે. એટલે મારે જે પ્રશ્ન આપને પૂછવો છે એનો To the point ઉત્તર નથી આવતો.General વાત બરાબર છે પણ મારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે એમ કરીને વાત કરે મુમુક્ષુ-એમ તો ઉત્તરમાં પણ ઘણો વિવેક કરીને વાત કરી છે. પૂજ્ય ભાઈશ્રી:- ચોક્કસ હોય જ ને. એમને તો એ પરમેશ્વરની જગ્યાએ છે એટલે બીજી રીતે કેમ ઉત્તર આવે? પરમેશ્વરબુદ્ધિએ એ સત્પરુષને એનજરથી જોવે છે ત્યારે તો બીજી વાત થવાનો પ્રશ્ન પણ નથી. સહેજે જ બીજો પ્રકાર ન થાય એમનો. એ સ્થિતિ જ એવી છે કે એક વખત એ જાતનો Concept આવી ગયો કે મારા માટે તો પરમેશ્વર પછી તે પહેલા આ છે. પછી બીજો પ્રકાર ઉત્પન્ન થવાનો એમાં સંભવ રહેતો નથી, પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. મુમુક્ષુ :- બીજો પ્રકાર ઉત્પન્ન થાય એના ઉપરથી એમ ફલિત થાય છે કે ઓલામાં ઓલી વાત નથી? પૂજ્ય ભાઈશ્રી:- નથી આવી. હજી એને ઓળખાણ નથી થઈ એ વાત નક્કી થઈ જાય છે. ઓળખાણ થાય ત્યારે એમ થાય છે. કાલે આપણે એક પત્રાંક) ૨૧૩વાંચ્યો એમાં એ વિષયનું રહસ્ય છે. ચર્ચામાં એ ૨૧૩ લીધો એમાં જરા રહસ્ય છે. પાનું-ર૬૯છે. મુમુક્ષુ - છેલ્લેથી બીજો Paragraph.ગર્વનથી, ગારવતા નથી. પૂજ્ય ભાઈશ્રી – હે પુરાણપુરુષ ! નીચેથી છેલ્લો Paragraph. અમે તારામાં અને સપુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. પુરાણપુરુષ એટલે પુરાણો એવો પોતાનો આત્મા. અનાદિથી જેની હયાતી છે એટલે એ પુરાણો છે. એટલે એને પુરાણપુરુષ કહેવામાં આવે છે. અથવા સર્વ ગ્રંથ-ગ્રંથોમાં તને સમજાવવા માટે બધી વાતો કરી છે. ગ્રંથ કહો કે પુરાણ કહો. એ સર્વ ગ્રંથોનું કેન્દ્રસ્થાન તું હોવાથી તું પુરાણપુરુષ છો. પુરાણનો પુરુષ જ તું છો. બેય રીતે લાગુ પડે છે. હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી.” આત્માની ઓળખાણ કહીએ કે પુરુષની ઓળખાણ કહીએ, પણ બે વાતની ઓળખાણમાં અમને કાંઈ ફેર લાગતો નથી. કેમકે બંનેનું ફળ એક છે, બંનેનું ફળ એક છે. અથવા ‘તારા કરતાં અમને તો સન્દુરુષ વિશેષ લાગે છે. તારા કરતાં
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy