SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૭૪ ૩ મલિનતા ઘટાડવી જરૂરી છે અને એ જો ઘટાડવામાં આવે તો આ એક મુદ્દો છે કે આ જીવે તૃષ્ણા પોતાની શક્તિ પ્રમાણે ઘટાડી દેવી જોઈએ. આ વિષયમાં એમણે ઘણા માર્ગદર્શન જુદી જુદી રીતે આપ્યા છે. મુમુક્ષુ :– લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી.’ એવા વચનામૃતમાં કેટલી ગહનતા છે ! પૂજ્ય ભાઈશ્રી :– હા. એ વાત છે. લોકસંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી એમાં તો સર્વ પ્રકારની લોકસંજ્ઞા આવી ગઈ. આમાં-તૃષ્ણામાં તો એકલી લોભપ્રકૃતિ કામ કરે છે. જ્યારે લોકસંજ્ઞાનો અર્થ તો ઘણો વિશાળ છે. અને એમાં માનપ્રકૃતિ પણ આવી જાય છે. અથવા લોકોની મુખ્યતાથી વિચારવાના દૃષ્ટિકોણનો ત્યાગ કરી દેવાની વાત •$ મુમુક્ષુ = વિભાવ મર્યાદિત છે અને તૃષ્ણા અમર્યાદિત છે. એમાં શું કહેવા માગો છો? પૂજ્ય ભાઈશ્રી :– બેયનો ન્યાય જુદો જુદો છે. વિભાવ મર્યાદિત છે એટલે શું કે સ્વભાવ અમર્યાદિત છે. સ્વભાવની શક્તિ એટલી બધી છે કે ગમે તેવો વિભાવ એ તોડી શકે છે. કેમકે આખરમાં એની મર્યાદા છે. એ જો અનંત હોય તો નાશ ન થાય. પણ તૃષ્ણાને જો લંબાવવામાં આવે તો તૃષ્ણા કેવડી છે ? કે જેમાં ચૌદ બ્રહ્માંડ અણુરેણુવત્ છે. ચૌદ બ્રહ્માંડ શું લોકાલોક જેમાં અણુરેણુવત્ છે. અલોકાકાશમાં ચૌદ બ્રહ્માંડ અણુરેણુવત્ છે પણ આ તો લોકાલોક બધો અણુરેણુવત્ છે, એના જેવું છે. એટલી બધી અનંત છે. એ પ્રકારે એ ન્યાય જુદો છે. આ ન્યાય જુદો છે. મુમુક્ષુ ઃ– તૃષ્ણા એટલે સર્વ ઇચ્છા લેવી ? - પૂજ્ય ભાઈશ્રી :- હા. સર્વ ઇચ્છા લઈ લેવી. સર્વ પ્રકારની આકાંક્ષા, સર્વ પ્રકા૨ની ઇચ્છા. બધી આવી જાય છે. એટલે તો સમ્યગ્દર્શનના આઠ અંગમાં બીજો મુદ્દો આ છે-નિઃકાંક્ષિત. આઠ અંગથી અખંડ એવું જે સમ્યગ્દર્શન છે એમાં નિઃકાંક્ષિત અંગ હોય, હોય ને હોય જ. સમ્યગ્દષ્ટિ હોય અને તૃષ્ણા હોય એ વાત બનવાયોગ્ય નથી. એ તો મુમુક્ષુની ભૂમિકામાં એ ખલાસ કરીને પછી સમ્યગ્દષ્ટિ થાય છે. એટલે એને નિઃકાંક્ષિત અંગ નિયમબદ્ધ-નિયમથી હોય જ છે, ન હોય એવું બને નહિ. મુમુક્ષુ :– સમ્યગ્દષ્ટિને લોભ તો હોય ને ? = પૂજ્ય ભાઈશ્રી :– લોભ હોય છે પણ અનંતાનુબંધીનો હોતો નથી. સમ્યગ્દષ્ટિને ક્રોધ હોય, માન હોય, લોભ હોય, માયા હોય, જુગુપ્સા હોય, રતિ-અરિત બધા જેટલા
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy