SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પછી કોઈ પરિસ્થિતિ સારી નથી. = મુમુક્ષુ :– ગ્રંથિભેદ સુધીનો પુરુષાર્થ જે ન થયો, એમાં મુખ્ય ત્રણ કારણ લેવા કે સત્સમાગમ, સદ્વિચાર, સગ્રંથ ? પૂજ્ય ભાઈશ્રી :– આ તો શું છે કે બાહ્ય સાધન છે. કોઈ એમ કહે કે અમે સત્યમાગમ તો વર્ષોથી કરીએ છીએ, કોઈ એમ કહે કે અમે સગ્રંથ પણ વર્ષોથી વાંચીએ છીએ અને એ અંગેની તત્ત્વ વિચારણામાં અમારે તો અહીંયાં બીજો કાંઈ ધંધો નથી કે કામ નથી, નિવૃત્ત છીએ. સાથે મળીએ ત્યારે અમે બધી તત્ત્વની ચર્ચા કરીએ છીએ. એ બાહ્ય સાધન છે. અંતરંગ સાધન તો એને જે ગતિએ પુરુષાર્થ ઉપાડવો જોઈએ એ પુરુષાર્થ સાધ્ય, મોક્ષમાર્ગ છે એ પુરુષાર્થ સાધ્ય છે. એટલે પોતાનો (પુરુષાર્થ) જે રીતે ઉપડવો જોઈએ, જેવો ઉપડવો જોઈએ એવો ન થાય તો બાહ્ય સ્થિતિ (સારી) નથી. મુમુક્ષુ :– સત્સમાગમ તો સોગાનીજી’એ કર્યો, બીજાએ સત્તમાગમ ક્યાં કર્યો ? પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો બરાબર છે. આ તો બહારમાં એમ કહે ને કે ભાઈ ! અમે તો સત્સમાગમ કરીએ છીએ. અમારે ક્યાં બીજો સંગ હોય. ‘ગુરુદેવ’ બિરાજતા. ‘સોનગઢ’ વર્ષો સુધી રહ્યા. એ સત્સમાગમ કર્યો કે ન કર્યો કહેવાય ? શું કર્યું કહેવાય ? મુમુક્ષુ ઃ– સમાગમ કર્યો હોય અને Result ન આવે એમ કેમ બને ? અગિયારમું આશ્ચર્ય થઈ જાય. = રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી :– એ તો પોતે કહ્યું છે કે, આ કાળમાં સત્પુરુષનો સત્યમાગમ મળે અને જીવ દરિદ્ર રહે... દરિદ્ર એટલે ? પૈસામાં નહિ. ધર્મદારિદ્ર જેને કહે છે, એટલે ધર્મ ન પામે તો આ જગતને વિષે તો અગિયારમું આશ્ચર્ય છે. એ અગિયારમા આશ્ચર્યને સાબિત કર્યું. એમાં રહીને અગિયારમા આશ્વર્યને સાબિત કર્યું. મુમુક્ષુ ઃ– કોઈ વિપરીત પરિણામ કરવાથી ગ્રંથિભેદમાંથી પાછો પડે છે ? = પૂજ્ય ભાઈશ્રી :– વિપરીત પરિણામ પણ ખરા. ચોક્કસ વિપરીત પરિણામ છે. આમ તો પોતે તો અહીંયાં પુરુષાર્થની મંદતા લે છે પણ પુરુષાર્થની મંદતા પણ છે અને મંદતામાં પાછો વળે એટલે વિપરીતતામાં આવતા વાર ન લાગે. વિપરીતપણું આવતા વાર ન લાગે. મુમુક્ષુ :–વિપરીત પરિણામ ન આવે તો ધીમે ધીમે આગળ ચાલે ખરો ? પૂજ્ય ભાઈશ્રી :– હા. વિપરીત પરિણામમાં ન જાય, અવિપરીત પરિણામમાં રહ્યો =
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy