SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૫૯૩ ૧૪૫ છે. તોપણ સમ્યકત્વસમ્મુખ નજીકના મહિનાઓમાં લઈએ તોપણ એ જ અરસામાં એ પરિચયમાં આવ્યા છે. સમ્યફ સન્મુખની એ દશા એવી હોય છે કે એક ન્યાયે જ્ઞાનીની દશા હોય છે એવી હોય છે. એવું ભેદજ્ઞાન ચાલતું હોય છે. એવી પરિસ્થિતિ હોય છે. લગભગ એ પરિસ્થિતિ હોય છે ત્યારે એ પામે છે. પામે કયારે ? કે લગભગની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે. ૧૦૦ ક્યારે થાય? કે ૯૯ ભેગા થાય ત્યારે ૧૦૦થાય. પ-૨૫ ભેગા થયા હોય ત્યારે ૧૦૦ઘણા દૂર છે. એક માણસ બચાવી બચાવીને ૧૦૦ રૂપિયા ભેગા કરે છે. ૧૦૦થાય એટલે મારે એક કોથળી બાંધવી. ૯૯ સુધી તો પહોંચ, એમ કહે છે. પછી ૧૦૦ની વાત કરજે. અહીં હજી ૨-૫ ભેગા થયા હોય તો ૧૦૦ ક્યાંથી ભેગા થવાના? એમની લગભગની દશા છે. મુમુક્ષુ:- ૧૦વર્ષે ધારા ઉલ્લસી કહે છે, એ શું છે? પૂજ્ય ભાઈશ્રી:- ધારા ઉલ્લસી એટલે વિચારધારા-સુવિચારણા. સુવિચારણા લગભગ ૧૦-૧૨ વર્ષની ઉમરે એમને શરૂ થઈ છે. ૧૯ વર્ષની ઉંમરે ઘણો વૈરાગ્ય આવ્યો છે. ઘણા વૈરાગ્યની દશામાં એમને ધંધામાં ને ગૃહસ્થીમાં, લગ્નજીવનમાં પડવું પડ્યું છે. તોપણ પોતાના પુરુષાર્થ અને વૈરાગ્ય છૂટ્યા નથી. ૨૪મે વર્ષે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું છે. અને સમ્યગ્દર્શન હાથમાં આવ્યા પછી તો એમ થઈ ગયું કે જો આ રીતે સ્વરૂપસ્થિરતામાં આવી શકાય છે તો કેવળજ્ઞાનમાં શું કરવાનું આવું? એટલું જોર માર્યું છે. મુમુક્ષુ - અહીંયાં એક પન્ન થાય છે કે જ્યારે “સોભાગભાઈએ નક્કી કર્યું કે આ જસપુરુષ છે. એના પહેલાની ભૂમિકામાં ભલે શાબ્દિક રીતે નથી પણ આને પૂર્ણતાને લક્ષ થઈ ગયું હતું? પૂજ્ય ભાઈશ્રી:-નહિ. એને એક સપુરુષની શોધ હતી, પુરુષની શોધ હતી. અને સપુરુષની શોધ શું કરવા હતી કે મારે આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ કહો કે મોક્ષ કહો. પણ એમાં બે પ્રકાર છે. આત્મકલ્યાણ કરવા માટે તો બધા જીવો ધર્મના ક્ષેત્રમાં આવે છે. અન્યમતમાં પણ આવે છે). કોઈપણ સાંસારિક કાર્યોના ક્ષેત્રથી દૂર થઈને, અળગો પડીને જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે એને આત્મકલ્યાણ તો કરવું હોય. કોઈને ન કરવું હોય એની બીજી વાત છે. કોઈ લોભથી, માનથી પ્રવર્તતા હોય અને આપણે છોડી દઈએ. પણ સામાન્યપણે લઈએ તો પ્રથમ તો જીવ એક ભાવના લઈને આવે છે કે આપણે આપણા કલ્યાણ માટે કાંઈક કરો. કાંઈક કરવું જોઈએ. આત્માના કલ્યાણ માટે કાંઈને કાંઈ કરવું જોઈએ.
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy