SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૯૧ ૧૨૭ રસ્તાની ખબર નથી ત્યાં સુધી એનું માથું ઠેકાણે આવે એવું નથી. ઘૂરી ચડે એવું છે. ભમ્યા જ કરે... ભમ્યા જ કરે.. ભાવે ભમે ને દ્રવ્યે ભમે... ભાવે ભમે ને દ્રવ્યે ભમે. આ દેશ-દેશાવર જોવા માટે જાય છે ને ? ચાલો ‘અમેરિકા’ જોઈ આવીએ અને ઇંગ્લેન્ડ’ જોઈ આવીએ અને બધે ફરી આવીએ. બધું જોવા મળે. શું છે આ ? એ બધી ઘૂરી ચડેલી છે. આપણા મુમુક્ષુ છે એ ‘અમેરિકા’ ફરવા ગયેલા. પૈસાની સગવડ (હતી એટલે) એમ કે આપણે પૈસા તો પડ્યા જ છે. ચાલોને ત્યારે જોઈ આવીએ, ફરી આવીએ. બેચાર મહિના ‘અમેરિકા’માં ફરીને આવ્યા. એને ખબર નહિ કે ‘ગુરુદેવ’ને આવી વાત કરાય કે ન કરાય. ઘણા વખતથી આ દેખાણા નથી. ત્યાં જાય એટલે ચાર-છ મહિને પાછા આવે. આવીને વાત કરી કે સાહેબ ! અમે ‘અમેરિકા’ ફરવા ગયા હતા. ફરી આવ્યા. વ્યાખ્યાનમાં કીધું કે આ રખડી આવ્યા. શું કીધું ? આ ‘અમેરિકા’ રખડવા ગયા હતા. રખડી આવ્યા. ઘૂરી ચડે ને ? એના જેવું છે. જ્ઞાનને આવરણ કરી આવ્યા. શું કરી આવ્યા ? જ્ઞાનને આવરણ કરી આવ્યા. મુમુક્ષુ :– બુદ્ધિનો વિકાસ થાય. = પૂજ્ય ભાઈશ્રી :– બુદ્ધિનો વિકાસ થાય કે બુદ્ધિ બીડાય જાય ? મુમુક્ષુ ઃ– જ્ઞાનના આવરણનો Graph ઘડાતો જાય. પૂજ્ય ભાઈશ્રી :– હા. એનો નકશો તૈયાર થઈ જાય (કે) કેવી રીતે આવરણ થાશે. જ્ઞાનીપુરુષની તો કેવી પ્રવૃત્તિ હોય છે એના પરિણામની વાત કરે છે કે જ્ઞાનીપુરુષ છૂટી શકતા નથી માટે ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાતાપવાળી... કેવી છે ? પૂર્વપશ્ચાત્-પહેલા પણ એને પશ્ચાતાપ છે અને પછી પણ પશ્ચાતાપ છે. મુમુક્ષુ :– જેમાં ફસાતા હોય એમાં રસ કેમ ચડે ? - પૂજ્ય ભાઈશ્રી :– ૨સ કેવી રીતે ચડે ? અરે...! મારી દશામાં હજી એટલી તૈયારી નથી થઈ કે હું મારા આનંદમાં સ્થિર રહી જાવ. મારી શાંતિમાંથી બહાર નીકળું નહિ. એવી દશા નથી થઈ. જે આ ઇચ્છા ઉત્પન્ન થાય છે તો પહેલા પણ પશ્ચાતાપ, પછી પણ ઇચ્છા મટે ત્યારે પણ પશ્ચાતાપ છે. પૂર્વપશ્ચાત્ પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે.’ મંદમાં મંદ રસવાળા પરિણામસંયુક્ત હોય છે. એમને રસ આવતો નથી. કેમકે અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે. એટલે એનો ખેદ થાય છે પણ રસ આવતો નથી. હમણાં એ
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy