SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ચય ભાગ૧૨ , તા. પ-૧૨- 0 પીક- ૫, ૫૮૭ ગીતા પ્રવચને ન. ર૦ર મત છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત.પત્ર-૫૮૬.પાનું-૪૫૯.ત્રીજા Paragraphથી. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. કેટલીક વ્યાવહારિક વાત કરી છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. વ્યાપાર વધે છે પણ નફો ઓછો છે એમ કહેવું છે. બમણો વેપાર હોવા છતાં નફો ઓછો છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે;” નફા સંબંધીની વાત કરી છે. ગયા વર્ષે વધારે નફો હશે, આ વખતે એટલો નથી પણ છતાં પણ ઠીક છે. પણ...” હવે કહે છે “ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે...” વ્યાપાર સંબંધીના વિચારમાં ઘણો વખત બગડે છે. અને તે માટે શોચ થાય છે. આ મનુષ્ય આયુનો કિમતી સમય ક્ષુદ્ર પરમાણુઓ માટે કે સામાન્ય સંયોંગો માટે એના નિમિત્તે, એના અર્થે પસાર કરવો પડે છે એનો શોચ થાય છે. કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે. પરિગ્રહની ભાવના હોય, પરિગ્રહની ઇચ્છા હોય અને બળવાન ઇચ્છા હોય એના જેવી બહારની સ્થિતિ થાય છે. એ પરિણામો માટે અંદરમાં તો દુઃખ થાય છે. પણ છતાં પરિસ્થિતિ એવી છે કે જાણે ઘણો પરિગ્રહમેળવવો હોય અને પ્રયત્ન કરે, વ્યવસાય કરે, સમય બગાડે એવી રીતે અમારો સમય અત્યારે બગડે છે. તે શમાવવું ઘટે છે. એટલે કે એ પરિસ્થિતિ મટે એવું કાંઈ કરવું જોઈએ. એમ લાગે છે. તે શમાવવું ઘટે છે, અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે અને કાંઈ જો કરશું નહિ તો આનું આ ચાલતું રહેશે એમ લાગ્યા કરે છે. માટે કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. આ પ્રકારનો ઉદય પૂરો થાય તો સારું. છૂટવા માગીએ છીએ
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy