________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૧
તા. ૧-૧૨-૧૯©, પત્રાંક – પ૭ર
પ્રવચન નં. ૨૬૫
જ્ઞાનદશામાં ... મુક્તિનું એક કારણ છે. અથવા અત્યંત શુદ્ધ પર્યાય છે એ મુક્ત દશા જ છે. અને સર્વ ભાવથી ઉદાસીનતાપૂર્વક એવી જે દશા ઉત્પન્ન થાય છે એ જ્ઞાનદશા આવ્યા વિના કોઈ જીવને બંધનથી મુક્તિ થાય નહિ. જે પૂર્વક કોઈ જીવ બંધાયેલો છે. ભાવબંધનમાં રાગાદિ ભાવબંધનથી અને દ્રવ્યબંધનમાં પુગલકર્મનું બંધન છે. એનાથી મુક્ત થવા માટે પોતાની સહજાત્મ દશા અત્યંત શુદ્ધ થયા વિના એ બંધનનો અભાવ ન થાય. “એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. ત્રણે કાળે કોઈપણ જીવ માટે, કોઈપણ ક્ષેત્રના જીવ માટે આમ પરિસ્થિતિ છે. બંધનથી મુક્ત થવાની કોઈ બીજી વ્યવસ્થા નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :– હા. અત્યંત શુદ્ધ દશા થયા વિના અથવા અત્યંત એકાગ્રતા થયા વિના સ્વરૂપમાં બંધનથી મુક્ત થઈ શકે નહિ.
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે.... એ દશાને અહીંયાં ગહનદશા કહી છે. જે દશા પોતે પોતાની અંદર જ સ્થિર થાય છે એવી દશા છે. એ દશાની યોજના કેવી છે, એ દશામાં કેવા પ્રકારની કાર્યપદ્ધતિ છે એ વિષય ઘણો ગહન છે અને એનો વિચાર પણ કોઈક જીવથી એટલે કોઈ પાત્રજીવથી થઈ શકવા યોગ્ય છે. એનો વિચાર થવા અર્થે પણ નિર્મળતા અને પાત્રતાની આવશ્યકતા છે. કોઈ બુદ્ધિવાળો વધારે હોય માટે એનો વિચાર કરી શકે એમ નથી. પણ નિર્મળતા હોય તો એનો વિચાર થઈ શકે. વિચારની મલિનતા અને વિચારની નિર્મળતા. બસ, એટલું અહીંયાં લેવું છે.
મુમુક્ષુ – જેમ સમુદ્ર ગહન છે એમ જ્ઞાનીની દશા ગહન છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનીની દશા તો એથી પણ ગહન છે. કેમકે એ તો રૂપી છે અને આ અરૂપી છે. વળી જે દશા પોતે અંતર્મુખ થાય, મુખ બદલવું એટલે શું? અને અંતર્મુખ થવું એટલે શું ? આ વિષય અનાદિથી એક ગૂઢ રહસ્યપણે અધ્યાત્મનું એક