SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ - અજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - ડુંગરશીભાઈ પૂજ્ય ભાઈશ્રી - ડુંગરશીભાઈ, પર્વતના નામે લખ્યું છે ને એને એક પત્ર આવે છે. પર્વતના નામે જેનું નામ છે એને યથાયોગ્ય પહોંચે, પ્રણામ પહોંચે એમ કરીને ૩૦૮માં પત્રમાં લખ્યું છે). “સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેને યથાયોગ્ય.' ‘ડુંગરભાઈ’ કરીને હતા. એમના પ્રત્યે એમને પ્રીતિ રહેતી હતી, મિત્રતાનો અનુરાગ હતો. એટલે શ્રદ્ધાનમાં પણ એ બધો પ્રકાર હતો. વેદાંતની ભાષા એટલે વાપરી છે. એ બાજુ થોડાક વળી ગયા હતા, એ એમનું વલણ થઈ ગયું હતું. - સમાગમીઓનું વલણ–એ બાજુનું એમનું વલણ હતું. એટલે તો યઇમ લાગ્યો છે. નહિતર બહુ પાત્ર હતા. પાત્રતા ઘણી જોઈ હતી, પણ ગૃહીતમાં ચાલ્યા ગયા હતા. તીવ્ર દર્શનમોહ ! ગૃહીત એટલે તીવ્ર દર્શનમોહ. એમાંથી બહાર કાઢ્યા છે. ઘણું કામ એ પાંચ-છ વર્ષમાં કર્યું છે. પાંચ-છ વર્ષનો સમય લીધો છે. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતા અટકે છે; અથત મન મળતું નથી. મન ખોલીને તમને કહેવાતું નથી. એમાં પોતાની દશાનું પણ કારણ છે એમ કહે છે. પરમાર્થ મૌન...” આ તો જુઓ ! કાળ પાક્યો નથી તો બન્ને પ્રકાર સામે બને છે. એક તો સામે મેળ ખાતો નથી, એક બાજુ પોતાના પરિણામ છે એ સહેજે સહેજે કામ કરતા નથી. એટલે એને ઉદયમાં નાખ્યું છે. પરમાર્થ મૌન' એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે.' એવી કોઈ કર્મની પ્રકૃતિ નથી. પણ પોતાને જે ભાવ છે એ ભાવનું નામ પાડ્યું કે પરમાર્થના વિષયમાં પણ મૌન રહેવું. વિષય એટલો ગંભીર છે, એટલો ઊંડો છે કે એ રહસ્ય કોઈ પકડી શકે એમ જ્યારે નથી દેખાતું ત્યારે પુરુષની વાણી સહેજે એ વિષયમાં મૌનપણાને ભજે છે કે આનો કાંઈ અર્થ નથી. જેમ ઘરમાં બહુ કિમતી ઝવેરાત હોય પણ એને શેરીમાં ઓટલે મૂકવાનો કાંઈ અર્થ નથી. ઘરનો ઓટલો હોય, શેરીમાં પડતો હોય તો કાંઈ પાથરીને બેસી જાય? એ... બધા જાવ એ જોતા જાવ. અમસ્તો લૂંટાઈ જાય. કોઈ એના જાણકાર હોય, જેની નજર હોય, એ વિષયને સમજતો હોય કે તમારે ચીજ હોવી હોય તો આપણા ઘરમાં છે, આપણી તિજોરીમાં છે આવો તમને દેખાડું. અને ઘરમાં લઈ જઈને ઘરના ખૂણે દેખાડું. એને કોઈ શેરી વચ્ચે ખુલ્લું મૂકવાનો કોઈ અર્થ નથી.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy