SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મભનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું ? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઇચ્છતા છતાં દુખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા એ વાત વર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. - આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવેષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા ? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે ! અંતરંગથી ઉત્પન્ન થયેલી સસમાગમની ભાવના સપુરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે. કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સા નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સત્યરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે “કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષુ જીવના કલ્યાણ અર્થે ગાયો છે. કૃપાળુદેવના પરિચયમાં જે કોઈ સુપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે. " “કૃપાળુદેવ ને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને કૃપાળુદેવે' આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંત:કરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ! કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરૂણા, અંગ અંગમાં નિીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy