SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ [4] ભાવ રહે ત્યારે સ્વાવલંબી પુરુષાર્થનો આદર, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વર્યા દિકની પ્રાપ્તિ થઈ કહેવાય—વગેરે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત બાબતો, મનુષ્યજીવનમાં બનતા અનેક પ્રસંગોના સચોટ દાખલા આપીને, એવી સ્પષ્ટ કરવામાં આવી છે કે આત્માર્થીને તે તે વિષયનું સ્પષ્ટ ભાવભાસન થઈ અપૂર્વ ગંભીર અર્થો દૃષ્ટિગોચર થાય અને તે, શુભભાવરૂપ બંધમાર્ગને વિષે મોક્ષમાર્ગની મિથ્યા કલ્પના છોડી, શુદ્ધભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને સમજી, સમ્યફ પુરુષાર્થમાં જોડાય. આ રીતે પરમાત્મપ્રકાશ'ના સ્વાનુભૂતિદાયક ઊંડા ભાવોને, હૃદયમાં સોંસરવટ ઊતરી જાય એવી અસરકારક ભાષામાં અને અતિશય મધુર, નિત્ય-નવીન, વૈવિધ્યપૂર્ણ શૈલીથી અત્યંત સ્પષ્ટપણે સમજાવી ગુરુદેવે આત્મા જગત ઉપર અનહદ ઉપકાર કર્યો છે. “પરમાત્મપ્રકાશની ગાથામાં છુપાયેલાં અણમૂલ તત્ત્વરત્નોનાં મૂલ્ય સ્વાનુભવવિભૂષિત કહાનગુરુદેવે જગતવિદિત કર્યા છે. આ પરમ પુનિત પ્રવચનો સ્વાનુભૂતિના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે એટલું જ નહિ, પણ સાથે સાથે મુમુક્ષુજીવોના હૃદયમાં સ્વાનુભવની રુચિ અને પુરુષાર્થ જાગ્રત કરી, કંઈક અંશે સત્પરુષના પ્રત્યક્ષ ઉપદેશ જેવું ચમત્કારિક કાર્ય કરે છે. આવી અપૂર્વ ચમત્કારિક શક્તિ પુસ્તકારૂઢ પ્રવચનવાણીમાં જવલ્લે જ જોવામાં આવે છે. આ રીતે “પરમાત્મપ્રકાશ' શાસ્ત્રમાં નિહિત અધ્યાત્મતત્ત્વ વિજ્ઞાનનાં ગહન રહસ્યો અમૃતઝરતી વાણીમાં સમજાવી, સાથે સાથે શુદ્ધાત્મરુચિને જાગ્રત કરી, પુરુષાર્થને પ્રેરી, પ્રત્યક્ષ સત્સમાગમની ઝાંખી કરાવનારાં આ પ્રવચનો જૈન સાહિત્યમાં અજોડ છે. પ્રત્યક્ષ સત્સમાગમના વિયોગમાં મુમુક્ષુઓને આ પ્રવચનો અનન્ય આધારભૂત છે. નિરાલંબન પુરુષાર્થ સમજાવવો અને પ્રેરવો એ જ ઉદેશ હોવા સાથે “પરમાત્મપ્રકાશ'ના સર્વાગ સ્પષ્ટીકરણ સ્વરૂપ આ પ્રવચનોમાં સમસ્ત શાસ્ત્રોનાં સર્વ પ્રયોજનભૂત તત્ત્વોનું તલસ્પર્શી દર્શન આવી ગયું છે. શ્રુતામૃતનો સુખસિંધુ જાણે આ પ્રવચનોમાં હિલોળી રહ્યો છે. આ પ્રવચનગ્રંથ શુદ્ધાત્મતત્ત્વની રુચિ ઉત્પન્ન કરી પર પ્રત્યેની રુચિ નષ્ટ કરવાનું પરમ ઔષધ છે, સ્વાનુભૂતિનો સુગમ પંથ છે અને ભિન્ન ભિન્ન કોટિના સર્વ આત્માર્થીઓને અત્યંત ઉપકારક છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ અમૃતસાગર સમા પ્રવચનોની ભેટ આપી દેશવિદેશમાં વસતાં મુમુક્ષુઓને ન્યાલ કર્યા છે. સ્વરૂપસુધાને પ્રાપ્ત કરવા ઇચ્છતા જીવોએ આ પરમ પવિત્ર પ્રવચનોનું વારંવાર મનન કરવા યોગ્ય છે. સંસારવિષવૃક્ષને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. ડાળે-પાંખડે વળગ્યા વિના તે મૂળ પર જ ઘા કરે છે. આ અલ્પાયુષી મનુષ્યભવમાં જીવનું પ્રથમમાં પ્રથમ કર્તવ્ય એક નિજ શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ અને અનુભવ છે. તે બહુમાનાદિ કરાવવામાં આ પ્રવચનો પરમ નિમિત્તભૂત છે. આ પ્રસંગે મુમુક્ષુ સમાજ ઉપર જેમનો વિશિષ્ટ-ઉપકાર છે તે ધર્મરત્ન પ્રશમમૂર્તિ
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy