SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૬૪ / [૪૧૭ પરિજ્ઞાનપૂર્વક, મમત્વના ત્યાગરૂપ, નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિવડે સર્વ ઉદ્યમથી શુદ્ધાત્મામાં પ્રવર્તે છે કારણ કે અન્ય કાંઈ કરવાયોગ્ય નથી...” જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા પરમાનંદનો નાથ આત્મા પોતે જ પરમાત્મા છે. તેની અંતરમુખ થઈને એકાકાર થઈને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ જ કરવાલાયક છે. બીજું કોઈ કાર્ય કરવા જેવું નથી શ્રોતા બીજું કાંઈ કરવાયોગ્ય નથી તો પરનું કામ કરવું કે નહિ? પૂજ્ય ગુરુદેવ પરનું કાર્ય આત્મા ત્રણકાળમાં કરી શકતો જ નથી. જડના એક રજકણને પણ આમથી તેમ કરવાની જીવની શક્તિ નથી. અહીં તો, પુણ્ય-પાપનું કર્તુત્વ પણ આત્માને નથી અને વ્યવહારરત્નત્રયનું કાર્ય પણ આત્માનું નથી એમ સિદ્ધ કરવું છે. આ આત્મા નિર્દોષ ચિદાનંદની મૂર્તિ છે તેમાં એકલો જ્ઞાન અને આનંદ જ પરિપૂર્ણપણે ભરેલો છે અને એકરૂપ છે એવો ભગવાન તીર્થંકરદેવે આ આત્માને જોયો છે. એક આત્મા નહિ પણ બધાં આત્માઓ જ્ઞાન અને આનંદની શક્તિથી ભરેલા છે. તેની અંતપ્રતીતિ, તેનું સમ્યજ્ઞાન અને તેના ચારિત્રરૂપે અભેદરત્નત્રયરૂપે પરિણમેલો આત્મા જ નિશ્ચયસમ્યકત્વ છે. આ કેવળજ્ઞાન થાય ત્યારની વાત નથી. આ તો ચોથા ગુણસ્થાને પણ આવું સમ્યકત્વ છે. શ્રાવક થયા પહેલાં પણ આવી દશા હોય છે તેની વાત છે. વાડાના શ્રાવક એ શ્રાવક નથી, તેની આ વાત નથી. વસ્તુસ્વભાવે–શક્તિએ સત્યતત્ત્વ દ્રવ્ય આત્મા જ પરિપૂર્ણ પરમાત્મા છે. તેની સન્મુખ થઈને અંતરમાં અનુભવપૂર્વક એમ પ્રતીતિ થાય કે આ જ આત્મા છે–આ જ હું છું એ નિશ્ચયસમ્યગ્દર્શન છે. એ જ સાચો મોક્ષમાર્ગ છે. દેહ, વાણી, મનની ક્રિયા, નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ બધું વિકલ્પાત્મક છે તેથી અનુભવમાં એ કાંઈ આવતું નથી. જુઓ ! સર્વજ્ઞ પરમાત્મા જેમ કહે છે તેમ જ આ સંતો કહે છે કે આત્માનું નિર્દોષ જ્ઞાનાનંદ એકરૂપ સ્વરૂપ છે તેનો અંતરમાં અનુભવ થવો આનંદકંદ છું એવો અનુભવ થવો, એવું જ્ઞાન થવું અને તેમાં લીનતા થવી તે અભેદરત્નત્રય છે. આ અભેદરત્નત્રયની પરિણતિએ પરિણમેલો આત્મા તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. બહારથી એકલા ક્રિયાકાંડ કરવા, જાત્રા કરવી, ભક્તિ કરવી, વ્રત-નિયમ લેવા તે રાગ છે, મોક્ષનો માર્ગ નથી સમ્યગ્દર્શન નથી–ધર્મ નથી. રાગ કરતાં કરતાં કદી ધર્મ પ્રગટ થતો નથી. પુણ્ય અને પાપ બંને રાગથી પેલે પાર ઊંડે....ઊંડે....ઊંડે જઈને જુઓ તો આત્માનો અનુભવ થાય છે. ચિરોડીના સફેદ પત્થર, જમીનમાં જેમ ઊંડા ઊંડા જાવ તેમ, સારાં પત્થર નીકળે
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy