SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૩ 7 [ 336 અલ્પકાળમાં વીતરાગી પૂર્ણતાને પામે છે. સ્વસંવેદનજ્ઞાન દ્વારા રાગ અને પુણ્ય-પાપ રહિત સ્વશુદ્ધાત્માને જાણે છે તે પહેલાં તો અંતરાત્મા થાય છે અર્થાત્ પોતે પોતાને અનુભવતો સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મોથી શીધ્ર છૂટી જાય છે. શક્તિરૂપ પરમાત્મા હતો તેને વ્યક્તરૂપ પરમાત્મદશા પ્રગટ થાય છે, આ જ પરમાત્મા થવાનો ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી. સમ્યગ્દષ્ટિ શીધ્ર મુક્તિને પામે છે. શીધ્ર એટલે કે આવી સ્થિતિવાળાને અલ્પકાળમાં જ કેવળજ્ઞાનપ્રાપ્તિનો કાળ હોય છે. આ પાંચમા આરાના જીવને મુનિરાજ આવો ઉપદેશ આપે છે! મુનિને ખબર નહિ હોય કે પાંચમા આરામાં આવી વીતરાગતા ન થાય ! મુનિરાજને ખબર છે કે આ કાળે કેવળજ્ઞાન થતું નથી પણ કેવળજ્ઞાન જે રીતે થાય એવી વીતરાગી અનુભૂતિ આ કાળે પણ થઈ શકે છે. શ્રદ્ધા અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ, ભાવના અપેક્ષાએ, ઈચ્છા અપેક્ષાએ તથા નિશ્ચય અપેક્ષાએ કેવળજ્ઞાન આ કાળે પણ થઈ શકે છે માટે કેવળજ્ઞાન આ કાળ નથી એમ કરીને પુરુષાર્થને રોકી દેવો યોગ્ય નથી. આ કાળે તું આખો ભગવાન આત્મા તો બેઠો છો ! તારામાં અનંતી કેવળજ્ઞાનપર્યાય અને અનંતી આનંદપર્યાય તો તારા દ્રવ્યમાં પડી છે પણ એને વિશ્વાસ નથી આવતો. આ કાંઈ કલ્પનાથી વિશ્વાસ આવે તેમ નથી. તેને માટે તો કિંમત ભરવી પડે તેમ છે. રત્નત્રય એ તેની કિંમત છે. અંતર એકાગ્રતાના અપાર શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિથી વસ્તુ હાથ આવે તેમ છે. આજે તો સવારમાં વિચાર આવ્યો કે, અહો ધન્ય એ કાળ કે જ્યારે આઠ વર્ષના સુકોમળ રાજકુમાર વનમાં ધ્યાનમાં બેઠા હશે! પાસે નાનું એવું પછી ને કમંડળ પડ્યું હશે ! કોઈ શિકારી ત્યાંથી નીકળે તો એને પણ એમ થઈ જાય કે અરે ! આવા રાજકુમાર ! એ જ્યારે દીક્ષા લેવા માતા પાસે રજા માંગતા હોય...માતા ! અમને સંસારમાં દુઃખ લાગે છે.માતા કહે, બેટા ! આ બધો વૈભવ...હીરાના થાળ, નીલમની પાટ, આ રાજમહેલ, મોટા થશો ત્યાં પદમણી જેવી સ્ત્રીઓ સાથે પરણાવીશું. તમે દીક્ષા ન લ્યો ! પુત્ર કહે છે માતા ! અમને દુનિયામાં બધા ભાવ દુઃખદાયક લાગે છે, આ સુંદર દેખતાં શરીર પણ ધૂળના ઢગલા છે. તેની પાછળ પ્રભુ સંતાણા છે. અમે તેને શોધવા વનમાં જઈને ધ્યાન લગાવશું. શરીર ભલે માખણ જેવા હોય પણ જેનું લક્ષ કરતાં રાગ થાય–દુઃખ થાય તે ચીજ શા કામની! એક અમારો આનંદકંદ જ અમારે કામનો છે, બીજું કાંઈ કામનું નથી. અહો ! મુનિએ ધુરંધર મોટી પેઢી માંડી છે તેનાથી મુનિને કેવળજ્ઞાનનો લાભ થશે. લોકો ધનના લાભ માટે પેઢી માંડે છે એ તો આત્માની પૂંજીને લૂંટનારી છે અને મુનિની પેઢી તો શરૂ થાય ત્યાં અંતરમાં આનંદના શેરડા દેનારી છે. મુનિએ સમ્યગ્દર્શનમાં શંતરસના શેરડા તો અનુભવ્યાં છે. હવે તેમાં એકદમ ઠરી જવા માટે વનમાં ચાલી નીકળે છે. ત્યાં
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy