SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ) [ પરમાત્મપ્રકાશ પ્રવચનો છતાં પોતાને પુરુષ માને છે અને મનાવે છે તે અજ્ઞાનભાવ છે. હું રૂપાળો છું અથવા હું કાળો છું એમ વર્ણવાળો પોતાને માને છે તે પણ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા એ પણ આત્માનું સ્વરૂપ નથી. આહારની ઇચ્છાવાળો આત્મા નથી. ભગવાન આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે તેને ભયસંજ્ઞા ન હોય. હું ભયવાળો છું એમ માનનારને જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા નથી. મૈથુનસંજ્ઞા પણ આત્માનું સ્વરૂપ નથી છતાં પોતાને મૈથુનસંજ્ઞાવાળો માનવો અને તેનાથી પોતાપણું મનાવવું તે અજ્ઞાન છે. પરિગ્રહસંજ્ઞામાં પોતાને ધનાદિવાળો માને છે. આત્મદ્રવ્યમાં બીજું દ્રવ્ય હોય જ નહિ એમ નહિ જાણતો તે પોતાને લક્ષ્મીવાળો માને છે. તે મિથ્યાષ્ટિ છે. હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિદ્ધ સમાન છું એમ જાણતો નથી અને લક્ષ્મીવાળો માને છે. તે મિથ્યાદેષ્ટિ છે હું મમત્વસંજ્ઞાવાળો છું એમ માને છે તે પણ પોતાને વિકારી માનતો મિથ્યાષ્ટિ છે. ભગવાન સર્વજ્ઞદેવે જેને આત્મા કહ્યો છે તે આત્મામાં આવા જન્મ, જરા, મરણ, » રોગાદિ કાંઈ નથી છતાં પોતાને જન્મ-મરણાદિવાળો માનવો અને તેનાથી પોતાની અધિકાઈ માનવી તે મિથ્યાદૃષ્ટિ છે. સર્વજ્ઞ તીર્થંકરદેવ ફરમાવે છે કે, તું નિશ્ચયથી જાણ કે તારા ચિદાનંદ આત્મામાં આ કાંઈ નથી. - ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પસમાધિથી વિપરીત એટલે વીતરાગ નિર્દોષ સહજાનંદ સ્વરૂપ વસ્તુ તે આત્મા છે તેની રાગરહિત શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગરહિત સ્થિરતાથી જે શાંતિ અનુભવાય તેનાથી ઉલટાં પરિણામ–જે ક્રોધ, માન, માયા, લોભાદિ વિભાવ પરિણામ થાય છે તેનાથી કર્મો બંધાય છે અને તેના ઉદયથી જન્મ, મરણ, રોગ આદિ અનેક વિકાર ઉપજે છે તે ખરેખર શુદ્ધનિશ્ચયનયથી જીવના નથી. કેમ કે નિશ્ચયનયથી આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પૂર્ણ છે. - નવ તત્ત્વ છે ને ! તેમાં આત્મતત્ત્વ કોને કહેવું?–એકલો શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ તે આત્મતત્ત્વ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે તે સંવર અને નિર્જરાતત્ત્વ છે. આ સંવર-નિર્જરા આત્માને લક્ષે થાય છે તેનાથી વિપરીત ક્રોધ, માન, માયા, લોભાદિ પરિણામ થાય છે તે આસવ અને બંધતત્ત્વ છે તે પરના લક્ષે થાય છે. સ્વાભાવિક ભાવથી તે ભાવો ઉલટાં જ છે, તેનાથી જીવની સાથે કર્મોનું બંધન થાય છે અને કર્મોના ઉદય આવે તેનાથી જન્મ, મરણ આદિ દોષ ઊભાં થાય છે. નવ તત્ત્વને નવપણે જાણવા જોઈએ ને ! શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ આત્મા તે જીવતત્ત્વ છે. એવા આત્માને લક્ષે થયેલી શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને શુદ્ધોપયોગ તે સંવર અને નિર્જરાતત્ત્વ છે અને સ્વનું લક્ષ નહિ કરતાં તેનાથી વિપરીત પરનું લક્ષ કરે છે તો પુણ્ય-પાપરૂપ શુભ-અશુભભાવ થાય છે તે આસ્રવતત્ત્વ છે. આ આસવથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે જડ છે માટે તે અજીવતત્ત્વ છે. એ અજીવતત્ત્વથી જન્મ-મરણ આદિ ઊભા થાય છે માટે,
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy