SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ) [ પર પ્રકાશ પ્રવચનો એક ઓછી ખાઈને ઉણોદરી તપ કરે છે અને આ જ્ઞાની દૂધપાક ને પૂરી ખાય છે? ભાઈ ! જ્ઞાની કે અજ્ઞાની કોઈ ખાતું જ નથી. માત્ર અજ્ઞાની માને છે કે મેં આટલો ત્યાગ કર્યો. પણ તેને ખબર નથી કે હું ખરેખર ખાતો જ નથી તેથી તેણે રોટલીનો ત્યાગ નથી કર્યો ઉલટો મેં રોટલી ન ખાધી એવું અભિમાન કરીને મિથ્યાત્વને પુષ્ટ કર્યું છે. અહો ! આત્મા તો તેને કહીએ કે જે પોતાની જ્ઞાન, દર્શનની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાનમાં આત્માને જાણે-દેખે તે આત્મા છે. તે જ્ઞાની છે. જ્ઞાની પોતાના વસ્તુ સ્વરૂપને જાણે દેખે છે. અજ્ઞાનની પર્યાયની સામે જ્ઞાનની પર્યાયની વાત લીધી છે કે, જ્ઞાની પોતાની પર્યાયમાં આત્માને જાણે-દેખે છે. સુખ-દુ:ખની કલ્પના કરતાં નથી, જ્ઞાની રાગરૂપ થતાં નથી. જ્ઞાની તો ઉપયોગરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે અને પરમાનંદમય છે. જાણનાર આત્મા જેમ ઉપયોગમય, જ્ઞાતા-દ્રષ્ટા અને આનંદમય છે તેમ તેની દૃષ્ટિ કરનાર ધર્મી પણ ઉપયોગમય, જ્ઞાતા-દ્રષ્ટા અને આનંદમય છે. આવું જે આત્માનું પારમાર્થિક સુખ છે તેનાથી ઉલટું ઇન્દ્રિયજનિત સંસારિક સુખ-દુઃખ છે તે સર્વ કલ્પના છે, વિકલ્પ છે, તે ત્યાગવા યોગ્ય છે સર્વ વિકલ્પો છોડવાલાયક છે એમ ભગવાને કહ્યું છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ પરમદેવ આમ ફરમાવે છે કે ભાઈ ! સુખ-દુઃખની કલ્પના અને રાગ-દ્વેષ છોડવા લાયક છે અને પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં રહેવા જેવું છે. આ રીતે આત્મા ઉપાદેય છે અને રાગ-દ્વેષ હેય છે.
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy