SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ; 42 હકીકત લભ્ય છે. તેઓશ્રીનો દેહોત્સર્ગ ડભોઈ શહેરમાં વિક્રમ સંવત ૧૭૪૫ ના માગશર સુદ અગિયારસે થયો એમ તેઓશ્રીની પાદુકાના લેખથી જણાય છે. આ પરથી વિચારતાં તેઓનો જન્મસમય સંવત ૧૬૭૦થી સંવત ૧૬૮૦ સુધીમાં હોવાનું અનુમાન થાય છે. આ ઉપરથી જણાય છે કે શ્રી આનંદઘનજી પણ સત્તરમાં સૈકામાં વિદ્યમાન હશે. લાભાનંદ એ આનંદઘનજીનું મૂળ નામ હતું. ક્રિયાઉદ્ધારક શ્રી સત્યવિજયજીના લાભાનંદ નાના ભાઈ હતા તે વાત “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયામાં' કહેલ છે તે પરથી જણાય છે; સિવાય કે લાભાનંદ નામના બે સાધુઓ એ કાળે થઈ ગયા હોય. જુઓ ઇમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પન્યાસની આણા, મુનિ ગણમાં વરતાવીજી સંઘની સાથે તેણે નિજ હાથે, વિજય પ્રભસૂરિ થાયિજી, ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીરે” ૨ તેમના લઘુભાઈ લામાનંદજી તે પણ ક્રિયા ઉદ્ધારકજી. આમ જો લાભાનંદ તે કવિશ્રી આનંદઘનજી જ હોય તો આનંદઘનજી કરતાં સત્યવિજયજી મોટા હતા. સત્યવિજયનો સ્વર્ગગમનસમય નિશ્ચિત છે, કારણ કે તેમના દેહોત્સર્ગ પછી “એક માસમાં કવિશ્રી જિનહર્ષે નિવણરાસ” ની રચના કરી છે. તેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સત્યવિજયના સ્વર્ગગમનનો દિવસ તે સંવત ૧૭૫૬ પોષ સુદ ૧૨ ને શનિવાર છે. આટલી હકીકત પરથી શ્રી યશોવિજયજી મહારાજ તથા સત્યવિજયનો સમય નિર્ણિત થાય છે. ઉપાધ્યાયજી જેવા વિદ્વત્ન શ્રી આનંદઘનજીને અત્યંત આદર આપતા હતા, તેથી અનુમાન થાય છે કે શ્રી યશોવિજયજી કરતાં આનંદઘનજી ઉંમરમાં મોટા હોવા જોઈએ. આનંદઘનજીની ઉચ્ચ આધ્યાત્મિક દૃષ્ટિ અને યોગાભ્યાસની હકીકતો જોતાં વિક્રમ સંવત ૧૬૬૮ માં તેમનો જન્મ થયો હતો અને ૧૭૨૦ થી ૧૭૩૦ માં તેઓ કાળધર્મ પામ્યા હોય એમ જણાય છે. “સત્યવિજયજી ૧ આનંદઘન પદ્ય રત્નાવલી- શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા પૃ. ૩૦ ૨ આનંદઘન એક અધ્યયન- ડો. કુમારપાળ દેસાઈ. પૃ. ૩ અને ૧૭ ૩ જૈન રાસમાળા- પ્રથમ ભાગ પૃ. ૧૧૬
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy