SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ મળ્યો તેમજ અનેક ભાવિકજનોનાં તન-મન-ધનના સહકાર વડે આ યાત્રા આગળ ધપતી રહી. જો કે તેમાંય પૂજ્ય બાપુજીનાં સ્વાથ્યનાં કારણે તેઓશ્રીનું દેવલાલી રહેવાનું થયું. તેથી મુંબઈ–દેવલાલી વચ્ચેનાં વિહાર થતાં રહ્યાં. છતાં આવા સર્વે અનુકૂળ – પ્રતિકૂળ સંયોગોમાં ધીરજ અને વિશ્વાસથી લેખન કાર્ય ચાલતું રહ્યું અને સન્ ૧૯૯૪ માં થીસીસ પૂર્ણ થતાં ડોકટરેટની ઉપાધિ પ્રાપ્ત થઈ. આમ સુદીર્ઘ યાત્રાવિહારની અને તેની જ સાથે દીર્થ યાત્રા વિધા ઉપાર્જનની–બન્ને યાત્રા સાથે – સાથે ચાલતાં વિદ્યા યાત્રા પૂર્ણ થઈ, વિહાર યાત્રા હજુ અવિરત ચાલી રહી છે. એક સુંદર- વિસ્તૃત રચના “અનુભવ રસ” ના નામે આપણી સમક્ષ આવી રહી છે. મારું અંતર કહે છે કે, આ ગ્રન્થ લોકભોગ્યની સહુનાં મન-મસ્તિષ્ક અને હૈયાંને ભીંજવશે. શ્રી જશુબાઈ મહાસતીજીમાં રહેલ આ શક્તિ, શાસન અને સમાજને આવું સાહિત્ય હજુ પણ પ્રદાન કરે. તેમનાં પર ભગવાન મહાવીરનાં, અવધૂત યોગી આનંદઘનનાં તેમજ અમારા ગુરુણદેવા વાત્સલ્ય હૃદયા – પૂ. બાપજીનાં આશીર્વાદ તથા કૃપા ઉતરે. એ જ અંતર ભાવના કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર, મિયાગામ ૧૫-૩-૨૦૦૪
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy