SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨S૦ અનુભવ રસ रागो य दोसोऽवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति। कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयन्ति।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ રાગ અને દ્વેષને કર્મના બીજ કહ્યાં છે. રાગ-દ્વેષને કારણે મોહનીય કર્મનો બંધ થાય છે એટલે કે જન્મ મરણનું મૂળ કર્મ છે. આ કર્મને કારણે જીવ જન્મમરણનું દુઃખ ભોગવે છે. જ્યાં જન્મમરણ થાય અથવા આવવા-જવાનું થાય તે જગત. અજ્ઞાનદશાને કારણે પૌદ્ગલિક વસ્તુ પ્રત્યે જીવને રાગ અને દ્વેષ થાય છે. આ કારણે જીવન મોહનીયકર્મનો બંધ કરે છે. રાગ અને દ્વેષ મોહનાં બે સંતાન છે. આ બંને મહાશત્રુઓ જીવને બારમા ગુણસ્થાનક સુધી હેરાન કરે છે. આ રાગ-દ્વેષને છોડવા સમતાભાવમાં રહેવું જેટલા અંશે રાગદ્વેષની મંદતા થશે તેટલા અંશે મિથ્યાત્વનાં મૂળિયા ઢીલાં પડી જશે. મૂળ ઢીલું પડતાં તેને ઊખેડી નાખતાં વાર ન લાગે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, “રાગે પડીયા તે નર ખૂતા રે, નર ય નિગોદે મહાદુઃખ જુત્તારે” રાગ આત્માને નરક-નિગોદની રાહે લઈ જાય છે અને અધમ સ્થિતિમાં મૂકી દે છે. ઉદાહરણથી જેમકે ભમરામાં કઠણ લાકડાંને કાપવાની શક્તિ છે પણ કમળ પ્રત્યેના રાગને કારણે કમળમાં પુરાયેલ ભમરો કોમળ કમળની પુષ્પ પાંખડી તોડી પોતાના પ્રાણ બચાવી શકતો નથી. ચમરીગાય, પારધીના સકંજામાંથી છટકવા ચાર પગે છલાંગ મારતી ભાગે છે પણ તેનું રેશમ જેવું ને ચાંદી જેવું ચમકતું પૂછડું જો ઝાડીમાં ભરાઈ જાય તો ગાય પૂંછડાનો મોહ છોડી શકતી નથી પણ શિકારીનો ભોગ બની જાય છે. માટે જ કહે છે કે રાગ અને દ્વેષ આત્માની વીતરાગ દશાના ઘાતક છે. આ બંનેનું જ્યાં સુધી સામ્રાજય હશે ત્યાં સુધી આત્મા મુક્તિ મહેલમાં મહાલી શકશે નહીં. એક અનુભવીએ કહ્યું: રાગ-દ્વેષ ત્યા વિન, મુ િવ પ નાંદો कोटी कोटी जप-तप करे, सबे अकारज पाई ।। માનવ મોક્ષ માટે ગમે તેટલો ત્યાગ કરે, કઠોરમાં કઠોર ચારિત્રનું પાલન કરે અથવા કરોડો વર્ષ સુધી જપ, તપ કરે પણ જો આ બંને મહાકારણ ઊભા છે એટલે કે રાગ-દ્વેષ ઊભા છે તો જે કાંઈ કર્યું છે તે ન
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy