SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 19 અનુભવ રસ कककककककककककककककककककककककककककककककक આશીર્વાદ આપવાનો આનંદ - પ. પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજી ડૉ. જશુબાઈ મ. ની જ્ઞાનની શું શું વાત કરવી ૫૫મેં વર્ષે મેળવી પીએચ. ડી. ની પદવી પ્રાણ-લલિત ગુરુકુળમાં શિષ્યા જશુ ગુણોમાં ગરવી આશિષમાં પ્રાણગુણીને કયા શબ્દની ગૂંથણી ધરવી વહી રહ્યું છે કૃપાનું ઝરણ, પકડયું છે લલિત ગુણીનું શરણ એવા શિષ્યરત્ના ડો. સાધ્વી જશુમતી. આજે હું શું લખું? મારા ઉરમાં આનંદનો ઉદધિ ઉછળી રહ્યો છે. આજે શબ્દના સેટ ઓછા પડે છે. કોઈ માનવને લાખ રૂપિયાની લોટરીનું ઇનામ મળે ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય તેનાથી વિશેષ આનંદ મને થયો છે. નાની ઉંમરમાં અનેક માનવ પદવી મેળવે પણ શિષ્યા જશુમતીએ તો ૫૫ વર્ષની મોટી ઉંમરે સમાજ તથા સાધુજીવનની વિવિધ પ્રકારની જવાબદારી અને મુંબઈની મહાનગરીમાં ચાતુર્માસ કરી વિવિધ પ્રકારની ધર્મ આરાધના કરતા તથા કરાવતા પીએચ. ડી. ની મહાન પદવી પ્રાપ્ત કરી હોય તેનો હર્ષ મને કેમ ન હોય? જનજનનાં હૃદયમાં વસેલી છે સાધ્વીરત્ના જશુ, ૫ મેં વર્ષે થીસિસ વિમોચન કરે અમને અભિનંદશુ, પ્રાણ-રતિ-લલિત ગુરુની કૃપાપાત્રી એ સાધ્વી રત્ના, પરમ પદના પથદર્શક બને એ અમ અંતરની ભાવના. જેટ, રોકેટ, વીડીઓ અને કોયૂટર વગેરે સાધનોથી જે બુદ્ધિ મળે
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy