SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ અનુભવ રસ વળી રત્નાકરમાં કાળકૂટ વિષ પણ છે. આ જીવ પણ મમતાને કારણે અશુભધ્યાનમાં જે ચાલ્યો જાય છે તે એને માટે વિષ સમાન છે. આવા આર્ત અને રૌદ્રધ્યાન પરિણામધારા, કર્મબંધન કરાવી જીવને સંસારમાં રખડાવે છે પણ સમતા અને અનુભવ અશુભધ્યાનરૂપ કાળકૂટ છોડાવી જીવને શુભધ્યાનમાં પ્રવૃત્ત કરે છે જેથી આત્મા પ્રમત્ત ગુણસ્થાનથી પ્રગતિ કરી અપ્રમત સ્થિતિમાં આવે છે. ત્યાંથી ધર્મ-ધ્યાનમાં ક્રમસર આગળ વધી આત્મશ્રેણીમાં તે દાખલ થાય છે. આ શ્રેણીએ ચડેલા જીવની સ્થિતિ એટલી બધી આનંદદાયક હોય છે કે કવિએ એ સ્થિતિને અમૃત સાથે સરખાવી છે. વસ્તુતઃ સહજાનંદમાં તો અમૃતના અનુભવથી પણ અનંતગણી મીઠાશ ભરી છે. જેમ ચૌદરત્નોમાં અમૃત શ્રેષ્ઠ છે તેમ આત્માનંદના અનુભવનું અમૃત ઉત્તમોત્તમ છે. અપ્રમત ગુણસ્થાનકની સ્થિતિ પ્રાપ્ત થયા પછી આવા અનુભવ અમૃતને સ્વયં અનુભવી શકાય છે. સંસારવૃદ્ધિના મૂળરૂપ એવા અનંતાનુબંધી ચાર કષાયનો સર્વપ્રથમ ઉપશમ કરે છે અને પછી દર્શનમોહનીય ત્રિકનો ઉપશમ કરે છે. આ સાત પ્રકૃતિનો ઉપશમ થતા જીવ અલૌકિક આત્માનંદનો અનુભવ કરે છે. ચોથા ગુણસ્થાન પછી જીવ અલૌકિક આત્માનંદનો અનુભવ કરે છે. ચોથા ગુણસ્થાન પછી જીવ ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ કરે છે તો દશમા ગુણસ્થાનના અંત સુધીમાં મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરી દે છે એટલે જીવ અગિયારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. જે સ્થિતિને વીતરાગ સ્થિતિ કહે છે. શાસ્ત્રકાર તેને ઉપશમ શ્રેણી કહે છે. ત્યારે જે જીવ ક્ષપક શ્રેણી કરવાનો હોય તે ચોથા ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કરતો જાય છે. તેમાં સર્વ પ્રથમ અનંતાનુબંધી ચતુષ્ટક અને દર્શન ત્રિક આ સાત પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આ રીતે પરિણામની વિશુદ્ધિ થતાં કર્મક્ષય કરતો આઠમા ગુણસ્થાનકે જીવ ક્ષપકશ્રેણી શરૂ કરે છે. આ શ્રેણીવાળો જીવ એ જ ભવમાં મોક્ષગતિ પામે છે.' ઉપશમશ્રેણી એક જીવ એક ભવમાં બે વખત કરી શકે છે અને આખા સંસારકાળ દરમિયાન એક જીવ વધારેમાં વધારે પાંચ વખત ઉપશમશ્રેણી કરે છે. મોક્ષપ્રાપ્તિ ક્ષપકશ્રેણી વિના થઈ શકતી નથી. ઉપશમ સમકિતી જીવ ઉપશમ શ્રેણી માંડે છે અને ક્ષાયિક સમ્યકત્વી જીવ ક્ષપકશ્રેણી
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy