SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૧૨૪ શ્રી મોતીચંદજી કાપડિયા લખે છે, “જ્ઞાનગુણ તે આત્માની શક્તિ છે. જ્ઞાનોપયોગ તે શક્તિની વપરાશ છે. શક્તિ જ્યાં સુધી અવ્યક્તરૂપે રહે ત્યાં સુધી તે અંદર પડી રહે છે તેને Potential એ Kinetic Energy છે. ૧ શૃંગારભવનમાં શૃંગાર કરી, ચેતના સ્વગૃદ્ધે સિધાવે છે અને ચેતન સ્વામીની રાહ જોઈ રહી છે. ચેતનદેવ પોતાના મંદિરે પધારે અને અંધકાર હોય તે કેમ ચાલે? તેથી શુદ્ઘચેતનાએ કેવળજ્ઞાનનો દીપ પ્રગટાવ્યો. જેથી ત્રણેલોક પ્રકાશિત થાય છે. અર્થાત્ લોકાલોકનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. પહેલાં જે સ્થિતિ સમજાણી નહોતી તે જાણે પ્રત્યક્ષ હોય તેમ દેખાય છે અને આરસીમાં જેમ પદાર્થ કે વ્યક્તિ જેવી હોય તેવી દેખાય છે તેમ કેવળજ્ઞાનમાં પદાર્થ પ્રગટપણે જણાય છે. જ્ઞાનનું કામ જાણવાનું છે તો દર્શનનું કામ જોવાનું છે. તેથી કેવળજ્ઞાનની આરસીમાં શુદ્ધ ચેતનના સ્વરૂપને નિહાળે છે. દર્શનનું આવરણ હટી જતાં વાસ્તવિક પોતાના ઘરમાં જે હતું તે જ બહાર પ્રગટ થયું છે. આ દશા પ્રગટ થતાં તેની કેવી સ્થિતિ થાય છે તે કવિ આ પદની પાંચમી કડીમાં કહે છે.. उपजी धुनी अजपाकी अनहद जितनगारे वारी ઊંડી સવા આનંવધન વરવત, વન મોર " નતારી... અવધૂ... ।। ક્।। જે સમયે ચેતન તથા ચેતનાનું મિલન થાય છે ત્યારે ચેતનાના દ્વારે વિજય ઠંડા વાગે છે. તેમજ સતત સોહમ્ સોહમ્નો ધ્વનિ થવા લાગે છે. અરે ! હાર્ટના ધબકારાને પણ સમયાન્તર રહે છે. તેટલું અંતર પણ નથી પડતું. નિરંતર અજપાજાપ થતાં થતાં અનાહત નાદ શરૂ થઈ જાય છે. તેનો ધ્વનિ લૌકિકવાજિંત્રોનાં અવાજથી પણ અતિ મધુર હોય છે. જેને યોગની ભાષામાં અનાહનાદ કહેવાય છે, ચિંદાનંદજી મહારાજ એ ધ્વનિ પર વિવેચન કરતા એક જગ્યાએ કઠે છે, ચિદાનંદજી મહારાજે આ પદમાં અજપાજાપની અતિ ઉત્તમ સ્થિતિ બતાવી છે. કુમતિનો સંગ સર્વથા ત્યાજય છે, કારણ કે તે એવી ઠગારી છે કે કાચ આપી ચિંતામણિરત્ન લઈ જાય છે. પરંતુ અનુભવીઓએ તો આત્માનું સ્વરૂપ ત્રણ લોક વ્યાપકપણે બતાવ્યું છે. પણ જો પુરુષાર્થ વડે અજપાજાપનો દિવ્યધ્વનિ ચાલે તો તેની લયનો આનંદ અંદર આવે છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy