SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ co અનુભવ રસ અને પરને જાણી તેને ત્યાગવાનો ઉપદેશ છે. અનુભવ કેવળજ્ઞાનનો નાનો ભાઈ છે. કોઈપણ તત્ત્વનો અનુભવ થયા વિના રસ આવતો નથી. સમતા વિના અનુભવજ્ઞાન પ્રગટતું નથી. માટે પ્રથમ સમતા પછી અનુભવ જ્ઞાન એવો ક્રમ છે. જ્ઞાનના અભાવે ચેતન મમતામાં ફસાયો છે. મમતાના આર્વિભાવરૂપે તૃષ્ણા જણાય છે. ચેતન ! તૃષ્ણાના તાણમાં તણાયા કરે છે. તૃષ્ણા કોણ છે? તથા તેનું સ્વરૂપ શું છે તે આ પદની બીજી કડીમાં સમજાવે છે. तृष्णां रांड भांड की जाई, कहा घर करे सवारो; शठ ठग कपट कुटुंब ही पोखे, मन में क्युं न विचारो? નવી સંક્રાતિ વીરો...અનુમવા રા સમતા અનુભવને કહે છે કે હે અનુભવ!ચેતન રાજાને હવે તૃષ્ણા સાથે રાગ બંધાયો છે. તૃષ્ણામાં એક એવી શક્તિ છે કે એની અસર તળે આવતાં પરવસ્તુ પોતાની માની સંગ્રહ કરવામાં તથા વધુમાં વધુ મેળવવામાં આનંદ માને છે. તૃષ્ણાને કારણે આત્મા ક્યાંય ઠરીને ઠામ બેસતો નથી. તે સ્વયં અમૂલ્યરત્નનો ધણી હોવા છતાં કાચ, કાંકરા ને માટીમાં આનંદ માણી રહ્યો છે. કવિએ અહીં તૃષ્ણાને રાંડ તરીકે તથા ભાંડની પુત્રી તરીકે ઓળખાવી છે. ભાંડ જાત જાતના વેશ ધારણ કરી લોકોને રીઝવી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ભાંડનો વેશ તે સાચો વેશ નથી, એ નાટક છે. દંભ છે. તૃષ્ણા ભાંડની દીકરી છે. તેથી તે હલકાં કામ કરવાવાળી છે. જે માંગણવૃત્તિથી જીવન ચલાવતા હોય તે બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરે? લોભરૂપી ભાંડ અને તૃષ્ણારૂપ તેની દીકરી લુચ્ચાઈ કરી ચેતનને ઠગે છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન એ પોતાના પિયરિયાને પોષનારી તૃષ્ણા છે. ચેતન તેનું પોષણ કરી તેને પોતાના માની બેઠો છે. શ્રી યશોવિજયજી “જ્ઞાનસાર' માં કહે છે કે તૃષ્ણા ચાંડાલણી છે. "निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः। अनात्मरति चाण्डालणी, संगमड्गी करोति या।।"२ વિદ્વાનોએ મનરૂપી ઘરમાંથી તૃષ્ણા બહારકાઢી મૂકવા યોગ્ય છે. ૧. આનંદઘનજીનાં પદો ભા૧ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા.પૂ. ૧૦૪ ૨. જ્ઞાનસાર – ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૃ. ૧૫૦
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy