SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ હ્રદયપ્રદીપ અર્થ જીવન પર્યંત મુનિઓએ ઉપાર્જિત કરેલાં ધ્યાન, તપ, જ્ઞાન, સત્ય વગેરેને બળવાન એવો કામ છળ પામીને એક ક્ષણવારમાં ભસ્મીભૂત કરી નાખે છે. - ભાવાર્થ – કામદેવ એટલો બળવાન છે કે તે પ્રાણીને એક પળમાં પાયમાલ કરી નાખે છે. એનાથી નિરંતર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધનો જે પાંચ ઇન્દ્રિયોના વિષયો તેને સેવતાં બહુ જ વિચાર કરવાનો છે. જેને કામદેવને વશ થવાની ઇચ્છા ન હોય તેણે પૌષ્ટિક અથવા કામોત્પાદક આહાર કદાપિ ન ક૨વો, સ્ત્રીપરિચય કદી અલ્પ પણ ન કરવો. ‘આટલી વાત માત્ર કરવાથી શું?' એમ કદી ધારવું નહીં અને શૃંગા૨૨સવાળી વાર્તાઓ-બુકો વાંચવી નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવ વાડ જાળવવી. જે પ્રાણી તે વાડ જાળવતો નથી, તેના શિયળરૂપી ક્ષેત્રનો કામદેવ અવશ્ય વિનાશ કરે છે. પોતાના ખેતરની વાડ બરાબર નહીં જાળવનાર ખેડૂતનો મોલ પશુના ભોગમાં આવે છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ ક્રૂર કામદેવ એક વાર આત્મગૃહમાં પેઠો તો પછી તે મોટા મોટા મુનિરાજનાં મનને પણ ડામાડોળ કરી નાખે છે અને તે તેમનાં જ્ઞાન-ધ્યાનને ભુલાવી દે છે, તપને નિરર્થક કરી નાખે છે અને સત્ય ગુણનો પણ નાશ કરે છે; અર્થાત્ કામીપુરુષ કદી પણ સત્યવાદી રહી શકતો-નથી. આવા અપ્રતિમ ગુણોનો વિનાશ કરનાર કામદેવ અલ્પ પણ વિશ્વાસ ક૨વા લાયક નથી. એણે અનેક મહાત્માઓને ચુકાવ્યા છે. અન્ય મતિના શાસ્ત્રોમાં તપાસ કરતાં હરિહર અને બ્રહ્મા કે જેઓ દેવ તરીકે ઓળખાય છે, તેમને તેમજ મોટા મોટા તપસ્વીઓ-ઋષિઓ કે જેઓ મહાન ધર્મગુરુ તરીકે ઓળખાય છે, તેમને પણ કામદેવે પાયમાલ કરી નાખ્યા છે. જૈન શાસ્ત્રમાં પણ અષાઢાભૂતિને, નંદીષેણને, આર્દ્રકુમારને, સિંહગુફાવાસી મુનિને, ૨થનેમિને ઇત્યાદિ અનેક મુનિઓને ચુકાવ્યા છે. અનેક
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy