SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૧ ૪૧ અર્થ જેઓનાં હૃદયમાં પોતાના આત્માને વિષે લય(તન્મયપણા)નો અનુભવ છે, તેઓને અનેક પ્રકારે સાંસારિક સુખના કારણભૂત લોકોએ માનેલ આ પ્રત્યક્ષ દેખાતું ધન અનર્થકારક લાગે છે, સ્ત્રીઓનાં ચરિત્રો મૃતક જેવાં લાગે છે અને ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા લાગે છે. 1 ભાવાર્થ આત્માને વિષે લય એટલે આત્માનાં હિત-અહિતની જ કાયમ ચિંતા જે પ્રાણીને વર્તતી હોય છે, સાંસારિક દુઃખો કે સુખો બન્ને તરફ જેમની નિરંતર ઉપેક્ષા વર્તે છે, એવા પ્રાણીઓ - મનુષ્યો અર્થને - દ્રવ્યને સ્વાર્થસાધક માનતા નથી પણ અનર્થકા૨ક જ માને છે. દ્રવ્યલોભ તેમનાં હૃદયમાં હોતો જ નથી અને દ્રવ્યની લાભ-હાનિ તેમનાં મન ઉ૫૨ કિંચિત્ પણ અસર કરતી નથી. વળી કોઈ મૃતક જેમ મંત્રવાદીની પ્રેરણાથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે, તેવી કામદેવની પ્રેરણાથી સ્ત્રીજાતિ તરફથી કરાતી હાવભાવ, કટાક્ષાદિ ચેષ્ટા માને છે. તેમની ચેષ્ટા એવા આત્મલયવાળા મહાત્માના હૃદય ઉપ૨ કિંચિત્ પણ અસર કરતી નથી. કામને ઉત્પન્ન કરવામાં સ્ત્રીજાતિનો તેમના પ્રત્યેનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. તે સ્ત્રીઓની . ચેષ્ટાઓ તેમને ઇષ્ટને બદલે અનિષ્ટ લાગે છે. મોહી મનુષ્ય જેને ઇષ્ટ માને છે, તેને જે પ્રિય લાગે છે તે આત્મલયીને અપ્રિય અનિષ્ટ લાગે છે. ઇન્દ્રિયોના વિષયો તેમને વિષ જેવા લાગે છે. વિષ કરતાં .એક અક્ષર (') વધારે હોવાથી વિષયને તે વિશેષ હાનિકારક માને છે. વિષ એક ભવમાં મારે છે, ત્યારે વિષય અનેક જન્મ-મરણ આપે છે. આવો આત્મલય પૂર્વના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે, જેમને તત્ત્વનિષ્ઠા થઈ હોય તેવા મનુષ્યોને જ થાય છે. Explanation The previous verse highlighted the significance of wisdom. This one sings the glory -
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy