SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧ - કારણ કે બે જ્ઞાન જે બતાવ્યાં તે કારણ છે અને અનુભવજ્ઞાન તે તો તેનું કાર્ય છે, તો કારણરૂપ બે જ્ઞાનની અતિ આદરપૂર્વક સેવા કર્યા સિવાય તેના કાર્યરૂપ અનુભવજ્ઞાનની સેવા કરી એમ કહેવાય જ નહીં. આ ઉપરથી ભવ્ય પ્રાણીઓ પોતાનાં હૃદયમાં સમજશે કે દરરોજ નવો જ્ઞાનાભ્યાસ કરવાની કેટલી બધી જરૂર છે. કેટલાક આ કાળમાં અનુભવજ્ઞાન મેળવવાની વાતો કર્યા કરે છે, પણ જ્યાં સુધી ગુરુગમ સહિત શાસ્ત્રાનુસાર શ્રુતજ્ઞાન મેળવે નહીં, ત્યાં સુધી એમને સમ્યક. ચિંતાજ્ઞાન ક્યાંથી આવવાનું? અને જ્યાં સુધી સમ્યક્ ચિંતાજ્ઞાન પ્રાપ્ત ન થયું હોય, ત્યાં સુધી આ ભવનાં ચેષ્ટિતોનું પણ અનુભવજ્ઞાન સત્ય ન મળી શકે તો પરભવનાં ચેષ્ટિતોનું સમ્યજ્ઞાન તો મળવાનું જ ક્યાંથી? હંમેશાં સંસારની અગર ધર્મની દરેક બાબત સિદ્ધ કરવાનો રસ્તો જ એ છે કે પ્રથમ તેનાં કારણોનું જ્ઞાન બીજા પાસે અતિ આદર-વિનયપૂર્વક મેળવવું. પછી કંટાળો લાવ્યા વગર ઘણા કાળ સુધી તે જ્ઞાનનું મનન કર્યા કરવું કે જે દ્વારા પ્રાણી અવશ્ય સમ્યક્ અનુભવજ્ઞાન મેળવી શકે છે. કાર્ય સિદ્ધ કરવાની વાતો કર્યા કરે અને તેના કારણભૂત પદાર્થના સેવનનો આદર મંદ કરે અગર ન કરે તો તે જિનેશ્વર ભગવાનના શાસનને અંગીકાર કરનારો જ કહેવાતો નથી. जइ जिणमयं पवज्जह, ता मा ववहार निच्छए. मुयह । વીર નમોસ્કેપ, તિથ્થચ્છમો . નો દોડુ. ||, “જો તમે જિનેશ્વર ભગવાનના મતને અંગીકાર કરતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન મૂકો, જે હતું માટે વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે.” છે. આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચારે કરી
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy