SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ હદયપ્રદીપ ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં? ૧૯ છે અંતરે ભોગ તણા જ રાગી, બહારથી વેષ ધરે વિરાગી; એ દાંભિકો ઢોંગ ઘણા રચે છે, સૌનું મનોરંજન એ કરે છે. ૨૦ ભોળા જનો તો ઝટ ભોળવાતા, જ્યાં દોરી જાઓ, ઝટ દોરવાતા; ધૂર્તો તણી જાળમહીં ફસાઈ, શાણાય જાતાં નહિ શું મૂંઝાઈ? ૨૧ જે નિઃસ્પૃહી ને વળી તત્ત્વલીન, વૈરાગ્યરંગી વળી ગર્વહીન; સંતોષથી તૃપ્ત સ્વયં રહે છે, તે લોકનું રંજન ના કરે છે. ૨૨ રાખે અપેક્ષા બહુ લોક કેરી, હોંશે વગાડે મતવાદભેરી; એણે ન ચાખ્યો રસ આત્મભાવે, ચાખી શકે તે બસ, મૌન થાવ. ૨૩ ષડૂ દર્શનો આપસમાં ભળે ના, ને સેંકડો ભેદ-પ્રભેદ તેના; સદા રહે લોકરુચિ વિભિન, શી રીતે થાયે સહુયે પ્રસન્ન? ૨૪ એ રાજઋદ્ધિ વળી એ સમૃદ્ધિ, એ સાધના, એ બળ, એ જ બુદ્ધિજો ચિત્તમાં શીતળતા રહે છે, ને અન્યથા સર્વ વૃથા ઠરે છે. ૨૫
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy