SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृंभते ॥ સામ્યશતક શ્લોક-૧ — અર્થ આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ૮૧ - ભાવાર્થ અવિદ્યા એટલે અજ્ઞાન, મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. જીવ જે પણ જાણે છે, સમજે છે એ તેને મિથ્યાત્વના કારણે, મોહના કારણે જેમ છે તેમ જણાતું નથી. અવિદ્યા એટલી બળવાન છે કે સમગ્ર વિશ્વમાં પોતાની સત્તા પ્રસરાવી, જીવને મૂર્છિત કરે છે. એના કારણે જીવને સમાં અસત્બુદ્ધિ અને અસમાં સબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ દશામાં જીવને પરપદાર્થ - શરીર, સ્ત્રી-પુત્ર, ધનાદિ પોતાનાં ભાસે છે, જે તેના ક્યારે પણ હતાં નહીં, છે નહીં, રહેશે નહીં. આમ, પરમાં સ્વપણું સ્થાપી જીવ સ્વને ઓળખતો નથી. પોતે જ પોતાથી અજાણ રહે છે અને દુ:ખી થાય છે. આ અવિદ્યા ઉપર જ જીવનો સંસાર નભે છે, માટે તેના સ્વરૂપને સમ્યક્ રીતે ઓળખી, તેને ક્યારે પણ ઉપાસવી ન જોઈએ.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy