SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સામ્યશતક શ્લોક-૭૯ वासनावशात् । प्रियाप्रियव्यवहृतिर्वस्तुनो अंगजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसंमतम् ।। અર્થ વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે (તાત્ત્વિક નથી), કેમ કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી બ્રૂ કે લીખ અપ્રિય લાગે છે. 1 ભાવાર્થ કોઈ પણ વસ્તુ સાથેનો પ્રિય-અપ્રિયનો વ્યવહાર જીવની વાસનાના કારણે હોય છે, અર્થાત્ તેને જે ગમે છે એ પ્રિય લાગે છે અને જેના પ્રત્યે અણગમો છે એ અપ્રિય લાગે છે. એક જ શરીરમાંથી ઉત્પન્ન થયેલ પુત્ર માટે ગમો છે, જ્યારે જૂ માટે નથી; તેથી પુત્ર પ્રિય લાગે છે અને જૂ અપ્રિય લાગે છે. વળી, એક સમયે જે પ્રિય હોય, તે હંમેશાં પ્રિય રહેતું નથી, જેમ કે લગ્ન પહેલાં પુત્રને પ્રિય લાગતાં માતા-પિતા લગ્ન પછી અપ્રિય બની જાય છે. આમ, વાસના, પ્રિય-અપ્રિયભાવાદિ બદલાયાં કરતાં હોવાથી તે સર્વ તાત્ત્વિક નહીં પણ કર્મકૃત છે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy